શ્રીલંકામાં ગૌવધ પર પ્રતિબંધ: શાસક મોરચાની બેઠકમાં દરખાસ્ત મંજુર

282

કોલંબો તા.9 : શ્રીલંકામાં શાસક પક્ષના સંસદીય જૂથે દેશમાં ગૌવધ પર પ્રતિબંધની દરખાસ્તને બહાલી આપી છે.શ્રીલંકાના વડાપ્રધાન મહીન્દ્રા રાજયકક્ષાએ આ દરખાસ્ત રજુ કરી હતી.શાસક મોરચા શ્રીલંકા પોડુજાના પેરાયુના (એસએલપીપી)ના સંસદીય જૂથની બેઠકમાં વડાપ્રધાને ગૌવધ પર પ્રતિબંધની આશા વ્યક્ત કરી હતી.

અહેવાલો મુજબ એસએસપીપીના તમામ સાંસદોએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો,આ મામલે બોલતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આ દરખાસ્ત ઘણી જૂની છે અને બૌદ્ધ પુનરોદયના હિમાયતી અને રાષ્ટ્રવાદી નેતા અંગારિકા ધર્મપાલના વખતથી અસ્તિત્વમાં છે.જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે બીફખાતા લોકોના હિતમાં બીફની આયાત પર પ્રતિબંધ મુકાશે નહીં.

Share Now