સુબ્રમણ્યમ સ્વામીની માગ- આવતીકાલ સુધીમાં અમિત માલવીયને હટાવે BJP

321

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટીના IT સેલના હેડ અમિત માલવીય સામે મોરચો શરૂ કરી દીધો છે.સ્વામીની માગ છે કે ભાજપા માલવીયને તેના પદેથી હટાવે.9 સપ્ટેમ્બરના રોજ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે,આવતીકાલ સુધીમાં જો માલવીયને ભાજપા આઈટી સેલથી હટાવી ન દેવામાં આવ્યો તો તેનો અર્થ થશે કે પાર્ટી મારો બચાવ કરવા માગતી નથી.કારણ કે પાર્ટીમાં કોઈ મંચ નથી જ્યાં હું કેડરની રાય માગી શકુ છું, માટે મારે પોતાનો જ બચાવ કરવાનો રહેશે.

આ પહેલા ભાજપા નેતાએ ટ્વીટ કરી રહ્યું હતું કે,ભાજપા આઈટી સેલ બદમાશી કરી રહ્યો છે.તેના અમુક સભ્યો મારા પર અંગત હુમલો કરવા માટે ફેક આઈડી ટ્વીટ્સ કરી રહ્યા છે.જો મારા નારાજ ફોલોઅર્સ જવાબમાં વ્યક્તિગત હુમલો કરે છે તો મને જનાબદાર ગણાવી શકાય નહીં.તેવી જ રીતે ભાજપાને પાર્ટીના બદમાશ આઈટી સેલ માટે જવાબદાર ગણાવી શકાય નહીં.

જ્યારે એક ફોલોઅર્સે સ્વામીને આ મામલાને ન જોવા અંગે કહ્યું હતું તો તેમણે જવાબ આપ્યો હતો કે,હું આને હમણા ધ્યાન આપી રહ્યો નથી પણ ભાજપાએ તેમને બહાર કરવા જોઇએ.એક માલવીય ચરિત્ર ગંદગીની સાથે દંગો ફેલાવી રહ્યો છે.અમે મર્યાદા પુરુષોત્તમની પાર્ટી છે, નહીં કે રાવણ કે દુશાસનની.

તેમણે આરોપ લગાવ્યો છે કે,અમિત માલવીયની આગેવાનીમાં ભાજપા આઈટી સેલ તેમને જ ટ્રોલ કરવામાં લાગી છે અને સતત તેમના પર નિશાનો સાધી રહી છે. સ્વામી પહેલા પણ ઘણાં અન્ય પાર્ટીઓના નેતાઓએ અમિત માલવીય પર આઈટી સેલનો ખોટો ઉપયોગ, પ્રોપેગેન્ડા ફેલાવવાનો અને સોશિયલ મીડિયા પર નિશાનો સાધવાનો આરોપ લગાવ્યો છે.

તમને જણાવી દઇએ કે, સુબ્રમણ્યમ સ્વામી એ સાંસદોમાંથી છે, જે સતત પોતાના નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે.એવામાં તેઓ ઘણીવાર પાર્ટીના વિરોધમાં પણ બોલે છે તો ઘણીવાર પાર્ટી માટે મુસીબત બની જાય છે.સ્વામી પાછલા ઘણાં દિવસોથી કંગના રણૌતનું સમર્થન અને સુશાંતના કેસને લઇ ટ્વીટર પર એક્ટિવ છે.

તેની સાથે જ સ્વામીએ ફરી એકવાર 8 સપ્ટેમ્બરના રોજ નીટ પરીક્ષાને સ્થગિત કરવાની ફરી માગ કરી છે.જે રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ આયોજિત થવા જઇ રહી છે.તેમણે લખ્યું, હવે એ નક્કી થઇ ગયું છે કે કોલેજ અને સંસ્થા જાન્યુઆરી 2021માં જ ફરીથી ખુલશે.માટે એવું કોઈ કારણ નથી કે દિવાળી પછી નીટ પરીક્ષાને આયોજિત કરી શકાય નહીં, જ્યારે કોરોના વાયરસનો ખતરો ઓછો થશે.

Share Now