મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસ તોડવાના મામલામાં વિવાદ સતત વધી રહ્યો છે.આ કિસ્સામાં,મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સક્રિય થઈ ગયા છે અને તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સલાહકાર,અજેય મહેતા સાથે ચર્ચા કરી.રાજ્યપાલે આ કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તે આ મુદ્દે કેન્દ્રને રિપોર્ટ આપવાની તૈયારીમાં છે.