અંગ્રેજીમાં વાઇલ્ડ સેફ્રોન,હિન્દીમાં કુસુમ અને ગુજરાતીમાં કસુંબીના નામે ઓળખાતી વનસ્પતિના એક નહીં અનેક લાભદાયી પરિણામ મળ્યાં છે.મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાબિટીસ અને કોલેસ્ટોરોલ જેવા રોગોનું નિદાન તદ્દન નહિંવત પ્રમાણ કસુંબીના તેલને આભારી હોવાનું એક સર્વેક્ષણમાં જોવા મળ્યું છે.
આ ગ્રામ્ય વિસ્તારમાં કરડીના નામે વેચાતું તેલ લગભગ પ્રત્યેક પરિવારોના રસોડાની પ્રિય વાનગી છે.હ્રદયરોગ નાશક તેલ આપનારી આ વનસ્પતિ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે.ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનું ચલણ વધુ છે તેથી ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને હ્રદયરોગ જેવા રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે.
પંજાબ અને ઉત્તરપ્રદેશમાં માત્ર તેલ મેળવવા માટે ખેડૂતો કસુંબીની ખેતી કરતા હોય છે.કસુંબીની કાંટાવાળી અને કાંટા વિનાની એમ કુલ બે જાત છે.ફલ પર મકાઇ જેવા કેસરતંતુ નિકળે છે જેને કસુંબા કહે છે.એના ફૂલનું શાક લોકપ્રિય છે.ફુલમાં સોપારી જેવું ડીંડવું થાય છે જેમાંથી ખાદ્યતેલ મળે છે.
કસુંબી વાયુકર,રૂક્ષ,કફહર,ભૂખવર્ધક,પિત્તકર્તા,અને સારક છે.મહત્વના રોગમાં તેના બીજનો ઉપયોગ મહત્વનો છે.ડાયાબિટીસ,કોલેસ્ટ્રોરોલ કે હ્રદયરોગ હોય તેવા દર્દીઓને કસુંબીનું તેલ ખાવાની સલાહ આપવામાં આવે છે.અનુભવના આધારે જણાયું છે કે કસુંબાના બીજનું ચૂર્ણ દ્રાક્ષના રસ સાથે પીવાથી પથરી નિકળી જાય છે.
ડાયાબિટીશમાં કસુંબીના તેલની માલીશ કરવાનું કહેવામાં આવે છે.કસુંબીના બીજને બાવળની છાલને બાળીને ભસ્મ બનાવી ચમેલીના તેલમાં મેળવી માથામાં લગાવવાથી વાળનો જથ્થો વધે છે.