રિપબ્લિક TVના 3 કર્મચારીને પોલીસે પકડ્યા, CMના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા

413

ન્યૂઝ ચેનલ રિપબ્લિક ભારતના એક રિપોર્ટર અને બે કેમેરા પર્સનને પોલીસે પકડી લીધા છે.આ ત્રણેય મહારાષ્ટ્રના રાયગઢમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસમાં પરવાનગી વિના ઘુસવાની કોશિશ કરી રહ્યા હતા. હાલમાં ત્રણેય કર્મચારીઓને 4 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.રિપોર્ટરનું નામ અનુજ કુમાર કહેવામાં આવી રહ્યું છે.સૂત્રો અનુસાર આ મામલે ફરિયાદ ફાર્મ હાઉસમાં નાઈટ શિફ્ટ કરી રહેલા ગાર્ડે કરી છે.8 સપ્ટેમ્બરના રોજ સાંજે 7.30 વાગ્યે રિપબ્લિક ભારતની એક કારમાં 3 લોકો સવાર હતા અને ફાર્મ હાઉસની બહાર થોભ્યા.

તેમણે ડ્યૂટી પર જે ગાર્ડ હતો તેને ફાર્મ હાઉસની અંદર જવાનો રસ્તો પૂછ્યો.ગાર્ડને તેમના પર શંકા ગઇ અને તેમને સાચો રસ્તો દેખાડ્યો નહીં અને તરત અંદર જઈ પોલીસને સૂચના આપી દીધી.થોડા સમય પછી ફરી તે ત્રણ લોકો પાછા આવ્યા અને ગાર્ડને યોગ્ય રસ્તો ન જણાવવાને લઇ તેને ખખડાવ્યો.થોડી વારમાં વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો.

પોલીસે તપાસ શરૂ કરી અને ત્રણેય સામે IPC ધારા 452,448,504 અને 34 હેઠળ કેસ દાખલ કરી દીધો છે.આ ધારાઓ આહત,મારપીટ અને ખોટા ઈરાદાની સાથે કોઈના ઘરમાં તેમની પરવાનગી વિના ઘુસવા,જાણી જોઈને અપમાન અને શાંતિ ભંગ જેવા ગંભીર આરોપોની છે.

બીજી તરફ રિપબ્લિકે ડેમોક્રેસીમાં મીડિયાના મહત્વ પર ભાર આપતા કહ્યું કે,લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે અને દેશના કોઈપણ મુખ્યમંત્રી પાસે તેનો અધિકાર નથી કે તેઓ તેમના ઘરની આસપાસ રિપોર્ટિંગ કરનારાઓને જેલમાં પૂરી દે.આ લોકતંત્ર અને રિપોર્ટિંગ કરનારા વ્યક્તિના અધિકારો વિરુદ્ધ છે.

રિપબ્લિક મીડિયા ગ્રુપે કહ્યું કે,ભારતીય લોકતંત્રના અનુચ્છેદ 19(ડી) હેઠળ દરેક વ્યક્તિને ભારતમાં સ્વતંત્ર રીતે કશે પણ ફરવાનો અધિકાર છે.અમને જાણ થઇ છે કે અમારા કર્મતારીઓ પર મહારાષ્ટ્રની સરકારી મશીનરી દ્વારા ગુપ્ત સૂત્રોની જાણકારી કઢાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.જેની જાણકારી અમારા કર્મચારી પોલીસને ક્યારેય પણ આપશે નહીં.

મીડિયા હાઉસ અનુસાર,મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રિપોર્ટર અનુજ કુમાર,કેમેરામેન યશપાલજીત સિંહ અને ઓલા કેબ ડ્રાઈવર પ્રદીપ દિલીપ ધનવડેને 4 દિવસની પોલીસ રિમાન્ડમાં લઇ જવામાં આવ્યા છે.આ ટીમ રાયગઢના કર્જતમાં ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરવા ગઇ હતી.કોઈપણ કાયદાકીય કાર્યવાહી વિના અમારા કર્મચારીઓને 4 દિવસ માટે જેલમાં નાખવા લોકતંત્રની હત્યા છે. રિપબ્લિક મીડિયા નેટવર્ક પોતાની ટીમને ન્યાય અપાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરશે.

Share Now