મોસ્કોમાં SCOની બેઠકમાં ચીન ભારત સાથે શાંતિની વાતો કરી રહ્યું છે.પણ પીઠ પાછળ ચાલાક ચીનના મનસૂબા કાંઈક અલગ જ દેખાઈ રહ્યા છે.શાંતિ વાર્તાની વચ્ચે ચીને LAC પર યુદ્ધ જેવી તૈયારીઓ શરૂ કરી દીધી છે.ચીને 50 હજાર સૈનિક આ વિસ્તારમાં તહેનાત કરી દીધા છે.અહીં એરક્રાફ્ટ અને મિસાઈની મોટી રેન્જ પણ ગોઠવી દેવામાં આવી છે.માનવામાં આવી રહ્યું છે,ચીન ફક્ત ઉશ્કેરણી માટે આવી કાર્યવાહી કરી રહ્યું છે.જો કે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપવા માટે તહેનાત છે.
ચીને સતત હવામાં માર કરતી મિસાઈલો, રોકેટ ફોર્સ અને 150 ફાઈટર એરક્રાફ્ટ પણ તહેનાત કરી દીધા છે. LAC પર હુમલાની રેન્જની અંદર આ તમામ હથિયારો ગોઠવવામાં આવ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે,આ વિસ્તારમાં સૌથી વધારે સૈન્ય તહેનાતી છે.જાહેર છે કે ભારત સાથે તણાવ વધતાં મે બાદથી જ ચીન અહીં સૈન્યમાં વધારો કરી રહ્યું છે.માનવામાં આવે છે કે, PLAને સ્થાનીય કમાન્ડર નહીં પણ સીધા જ પેઈચિંગથી કંટ્રોલ કરવામાં આવે છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ આ ક્ષેત્રમાં ભારે સેના અને હથિયારો તહેનાત કરી દીધા છે. H-6 બોમ્બર અને Y-20 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ટ્રેનિંગ મિશન માટે અહીં તહેનાત કરી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત ચીની સૈના દ્વારા લાંબા અંતરના ઓપરેશન, યુદ્ધાભ્યાસ અને લાઈવ ફાયર ડ્રિલ કેટલાય અઠવાડિયાથી ચાલુ છે.દેશનાં અલગ અલગ ભાગોમાંથી સૈનાને અહીં બોલાવવામાં આવી રહી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના સુરક્ષો વિશ્લેષકોએ દાવો કર્યો છે કે,એર ડિફેન્સ, સશસ્ત્ર વાહન, પેરાટ્રૂપર, સ્પેશિયલ ફોર્સ અને ઈન્ફેન્ટરીને પણ અહીં બોલાવવામાં આવી છે.