અમદાવાદ જિલ્લામાં અમિત શાહે રૂ. ૨૨૨ કરોડના ખર્ચે ૩૧૦ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું

359

અમદાવાદ : કેન્દ્રીય મંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં રૂ.૨૨૨.૧૭ કરોડના ખર્ચે વિવિધ ૩૧૦ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમૂર્હુત કર્યા હતા. જેમાં શહેરમા ૧૭૬ કરોડથી વધુના ૪ કામોનો સમાવેશ થાય છે.એપીએમસી બાવળા ખાતે અટલ હોલ,વૈષ્ણોદેવી ખાતે ઓવરહેડ ટાંકી,એપીએમસી વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર મકતમપુરા,પોલીસ લાઈન વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર મકરબા ખાતેના કાર્યક્રમમાં અમિત શાહે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતુ.વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યુ કે રાષ્ટ્રની સફળતામાં દરેક નાગરીકનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ હોય છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશની એકતા અખંડિતતા અને સંસ્કૃતિના વારસાની સાચવણી માટે ઐતિહાસિક પગલાઓ લીધા છે. ગરીબો,વંચિતો,ખેડૂતો,શ્રમિકોના સપનાઓ સાકાર થાય તેવા પગલા લેવાઈ રહ્યાં છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને ધોગિક ઉત્પાદનો અને સ્ટાર્ટ અપના સર્વેમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે.

Share Now