અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પૂર્વે તેના હરીફ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન પર ગંભીર આક્ષેપો કર્યા હતા.ટ્રમ્પે કહ્યું હતું કે,બિડેન રાજકીય ચર્ચામાં સારું કરવા ડ્રગ્સ લે છે.તેમણે કહ્યું કે બિડેને ડ્રગ્સ ટેસ્ટ માટે જવું જોઈએ.
ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિએ જો બિડેન પર વિવાદિત નિવેદન આપતા કહ્યું કે,તેઓ બિડેનની સુધારણાનું કારણ સમજાવવા માગે છે.તેમણે કહ્યું હતું કે ચર્ચા પહેલા જો બિડેન કંઈક એવું લઈ રહ્યા છે જે તેમને વિચારવાની સ્પષ્ટતા આપે છે.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રાજકીય ચર્ચામાં સારી કામગીરી કરવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરે છે.ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે શરૂઆતમાં બિડેનની કામગીરી ઘણી નબળી હતી જ્યારે ઘણા ડેમોક્રેટ ઉમેદવારો મંચ પર હતા.પરંતુ હવે તેમની ચર્ચા પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે.
29 સપ્ટેમ્બરની ચર્ચા પહેલા,ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમની માંગની પુનરાવર્તન કરી હતી કે બિડેનને ડ્રગ પરીક્ષણ કરાવવું જોઈએ.ટ્રમ્પે કહ્યું કે તે પણ ડ્રગ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે.હકીકતમાં, ટ્રમ્પ સતત સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે માનસિક રીતે નબળા 77 વર્ષીય જો બિડેન બીજી તરફ,ભારતીય મૂળના સેનેટર અને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેંશિયલ ઉમેદવાર કમલા હેરિસ,હિલેરી ક્લિન્ટન સાથે,1 ઇવેન્ટમાં 6 મિલિયન ડોલર એકત્ર કર્યા.બંનેએ આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી હતી.