વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાભરમાં લોકપ્રિય નેતા બનીને ઉભરી આવ્યા છે.તેઓ માત્ર એક શાનદાર રાજકારણી જ છે એટલું નહીં બલ્કે એક કુશળ વક્તા પણ છે. આજે તેમનો જન્મદિવસ છે.વર્ષ ૧૯૫૦માં જન્મેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૭૦ વર્ષના થયા છે.
આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમની લાઈફમાં અમુક એવા કિસ્સા જે જાણવા રસપ્રદ બની રહેશે.રાજનીતિની દુનિયામાં સફળતાની નવી ઈમારત બનાવનારા વડાપ્રધાન મોદી અંગે બહુ ઓછા લોકો જાણતાં હશે કે તેમને સ્કૂલના દિવસોમાં નાટક અને અભિનયમાં બહુ રસ હતો.
આ વાતનો ખુલાસો તેમના ઉપર લખાયેલા પુસ્તક ‘ધ મેન ઓફ ધ મોમેન્ટ: નરેન્દ્ર મોદી બાય એમ.વી.કામથ એન્ડ કાલિંદી રાંદેરી’માં ઉજાગર કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી પર લખાયેલા પુસ્તક ‘એક્ઝામ વોરિયર’માં પણ તેમણે ખુદે આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
મોદીએ પોતાના પુસ્તકમાં સ્કૂલના દિવસોને યાદ કરતાં લખ્યું છે કે મારે એક સ્પેશ્યલ ડાયલોગ આપવાનો હતો પરંતુ હું તેના માટે સંઘર્ષ કરી રહ્યો હતો.આ કારણથી નાટકના ડાયરેક્ટર થોડા અકળાયા હતા.તેમણે કહ્યું કે જો હું આ રીતે જ સંવાદ કરતો રહીશ તો તેઓ મને ડાયરેક્ટ કરી શકશે નહીં.મોદીએ આગળ લખ્યું કે આ સાંભળીને મને બહુ દુ:ખ થયું.આગલા દિવસે મેં તેમને પોતાની રીતે આ સીન કરવાકહ્યું, જ્યારે ડાયરેક્ટરે આ સીન કર્યો તો મને સેકન્ડમાં સમજાઈ ગયું કે હું ક્યાં ભૂલ કરી રહ્યો હતો.