બળાત્કાર અને હત્યાની ઘટનાઓને કોર્ટના અનાદર સમાન ગણવા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

263

– બળાત્કાર અને હત્યા માટે કાયદો અસ્તિત્વમાં છે જ : તેમ છતાં આવી ઘટનાઓ ન બનવી જોઈએ તેવો મનાઈ હુકમ કેવી રીતે આપી શકાય ?

ન્યુદિલ્હી : બળાત્કાર અને હત્યાઓ થતી રોકવા માટે આવી ઘટનાઓને સુપ્રીમ કોર્ટના અનાદર સમાન ગણવા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે.
ચીફ જસ્ટિસ નામદાર એસ.એ.બોબડે એ જણાવ્યું હતું કે બળાત્કાર અને હત્યા માટે કાયદો અસ્તિત્વમાં છે જ તેમ છતાં આવી ઘટનાઓ બનતી રોકવા માટે વચગાળાનો મનાઈ હુકમ કેવી રીતે આપી શકાય ? કોર્ટનો અનાદર ન થવો જોઈએ તે બાબત સાથે અમે સંપૂર્ણ સહમત છીએ.પરંતુ બળાત્કાર અને હત્યા ન થવા જોઈએ તેવો વચગાળાનો મનાઈ હુકમ આપી ન શકાય.
આવો મનાઈ હુકમ બિનજરૂરી છે.કાયદો અસ્તિત્વમાં છે જ.તેમ છતાં તેનું પાલન થવું જોઈએ તેવો આદેશ શા માટે આપવો જોઈએ ? વિશ્વની કોઈપણ કોર્ટ નાગરિકોને કાયદાનું પાલન કરવાનો અને તેનો ભંગ નહીં કરવાનો આદેશ ન આપી શકે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

Share Now