ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વધુ એક વખત વિવાદમાં,માસ્ક પહેર્યા વિના હનુમાન મંદીરમાં સમર્થકો સાથે ડાન્સ કરતા હોવાનો વિડિયો વાયરલ

358

– કોરોનામુક્ત થતાં જ માસ્ક વિના હનુમાન મંદીરમાં સમર્થકો સાથે ડાન્સ કરતા હોવાનો વિડિયો થયો વાયરલ

વડોદરા : કોરોનાની ઝપટમાંથી હજી ગણતરીના દિવસો અગાઉ જ મુક્ત થયેલા વડોદરાના વાઘોડિયા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વધુ એક વખત વિવાદમાં આવ્યા છે.માસ્ક પહેર્યા વિના હનુમાન મંદીરમાં સમર્થકો સાથે ડાન્સ કરતા હોવાનો એક વિડિયો વાયરલ થયો છે.કોવિડ ૧૯ માટેની સરકારની ગાઇડલાઇના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સાથેના વિડિયો અંગે તેઓએ સાફ જણાવ્યુ હતુ કે ‘મંદીરમાં માસ્ક પહેરવાની કોઇ જરૂરીયાત નથી’.

વૈશ્વિત મહામારી નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં વડોદરામાં બેફામ બની રહ્યુ છે.એક ભયના માહોલ ચારેકોર ઉભો થયેલો છે.આ માહોલની સામે તંત્ર પણ કામે લાગેલુ છે.આ સંક્રમણમાં વડોદરાના અનેક રાજકારણીઓ પણ ઝપટમાં આવી ચૂક્યા છે.જેમાં વાઘોડિયાના બાહુબલી ગણાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ કોરોનાગ્રસ્ત બની ચૂક્યા છે.તેઓને પણ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી સારવાર લઇને કોરોનામુક્ત થયાના ગણતરીના દિવસોમાં એક તેમનો એક વિડિયો વાયરલ થયો છે.જેમાં તમામ પ્રતિબંધીત હુકમોની ઐસી કી તૈસી કરી નાંખી છે.

કોરોનામાંથી મુસ્ત થયા બાદ શનિવારે વડોદરાના એક મંદીરમાં ભજનના કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ડાન્સ કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.ડાન્સ દરમિયાન તેઓએ માસ્ક સુધ્ધા ન પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનું વિડિયોમાં સ્પષ્ટ જણાઇ રહ્યુ છે.તેમની સાથે તેમના સમર્થકોએ પણ માસ્ક પહેરેલા ન હતા.આ મામલે પત્રકારોએ પૂછેલા પ્રશ્નનો જવાબ આવતાં તેમણે કહ્યુ હતુ કે,ઘરની પાસે આવેલુ હનુમાનજીનું મંદિર મે બનાવડાવેલુ છે.તો ઘરના મંદિરમાં માસ્ક પહેરવાની જરૂર રહેતી નથી.દર શનિવારે હું હનુમાન ચાલીસાના પાઠ કરૂં છું.

છાશવારે વિવાદાસ્પદ નિવેદનો આપીને વિવાદોમાં રહેવાની આદત ધરાવતા ધારાસભ્ય

છાશવારે વિવાદાસ્પદ નિવેદનો આપીને સતત વિવાદોમાં રહેવાની આદત ધરાવત મધુ શ્રીવાસ્તવ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેઓને એક વિડિયો વાયરલ થયો હતો.આ વિડિયોમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,મારા વાઘોડિયાના ભાઇઓ બહેનોને નમસ્કાર કરૂ છું.કોરોનાની મહામારીની મને અસર થઇ હતી.જે અસર અડધી જતી રહી છે.અડધી બાકી છે.હું આપનો સેવક છું અને સેવક રહેવાનો છું.જ્યાં સુધી મારા શ્વાસ ચાલુ છે,ત્યાં સુધી તમારી સેવા કરવા માટે તત્પર રહીશ. તેવી જ રીતે મારા વડોદરા શહેરના મારા ભાઇઓ બહેનો, મારા કાર્યકરો, મારા પરિવારના લોકો કોઇ ચિંતા કરવાની જરૂર નથી. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો છું.ચિંતા કરતા નહીં.કોરોનાથી તો લડતો આવ્યો છું અને લડતો રહેવાનો છું.તમારે પણ લડવાનું છે.બધા ભાઇઓ બહેનોએ લડવાનું છે.કોરોનો કશું જ છે નહીં.ખાલી નામનો કોરોના છે.તેની સામે લડતા રહો.તમને ચોક્કસ જીતશો અને હું તો વિજય છું અને વિજય રહેવાનો છું.તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

મધુ શ્રીવાસ્તના અત્યંત નિકટના કાર્યકરનું થોડા સમય અગાઉ જ મૃત્યુ થયું હતું

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોના સંક્રમિત થયા તે પહેલાં જ તેમના અત્યંત નિકટના તેમજ ભાજપના કાર્યકર વિજય પરમારનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના બે ધારાસભ્યો અને ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત અનેક રાજકીય આગેવાનો તથા કાર્યકરો કોરોનાને માત આપી ચુક્યા છે. જેમાં કેટલાકનો કોરોના ભોગ પણ લઇ ચૂક્યો છે.

Share Now