સ્થાનિક સ્વરાજની ચુટણી પેહલા દક્ષિણગુજરાત ની બારડોલી અને નવસારી નગરપાલિકા આજુબાજુ ના વિસ્તારો ના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર

307

– મોટા શહેરો સાથે નાના નગરોનો પણ આયોજનબદ્ધ વિકાસ થી સમ્યક વિકાસનો હેતુ પાર પાડવા એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા વિજયભાઈ રૂપાણી નવસારી વિજલપોર તથા આસપાસના ૧૫ ગામોની ૭૧.૩૭ ચોરસ કિલોમીટર વિસ્તાર માટેની નવસારી શહેરી વિકાસ સત્તામંડળની સૌ પ્રથમ વિકાસ યોજના મંજૂર બારડોલી શહેરી વિકાસ સત્તામંડળમાં આવેલા દરેક ગામોને રોડ કનેક્ટિવિટી આપવા વસ્તીનું આકલન કરી ૧૮થી ૩૦ મીટર પહોળા માર્ગો ૬૦ મીટરના રીંગરોડના આયોજનને મુખ્યમંત્રીની મંજૂરી અપાઈ

બારડોલી : બારડોલી શહેર તથા આસપાસના ૧૬ ગામોના કુલ ૬૫.૭૮ ચો.કિ.મી. વિસ્તાર જેમાં બારડોલી નગરપાલિકાનો ૬.૬૭ ચો.કિ.મી. તથા અન્ય લાગુ ગામોના વિસ્તાર માટે બારડોલી શહેરી વિકાસ સત્તામંડળ (BUDA)ની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે.આ રચનાના અનુસંધાને BUDA દ્વારા તા. ૬/૧૨/૨૦૧૯ થી પ્રથમ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન ટાઉન પ્લાનીંગ એક્ટની કલમ-૧૩ હેઠળ પ્રસિધ્ધ કરેવામાં આવ્યો હતો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્લાન અંગે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરી, આ વિકાસ નક્શાને મંજુરી આપતા સમગ્ર વિસ્તારના આયોજનને નવી દિશા પ્રદાન કરી છે.વિજયભાઇએ BUDA માં સમાવિષ્ટ દરેક ગામોને રોડ કનેક્ટીવીટી મળી રહે તે માટે જે તે ગામોની વસ્તીનું આકલન, હયાત ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધિઓ વિગેરે અનુસાર ૧૮.૦૦ મી. થી ૩૦.૦૦ મી. પહોળાઇના વિવિધ રસ્તાઓ સહ ૬૦.૦૦ મી. ના રીંગ રોડના આયોજનને મંજુરી આપી છે.વિકાસ યોજનામાં સુચવાયેલા રસ્તા,વીજળી,પાણી સહિતના આંતરમાળખાકીય સવલતો તથા જાહેર સેવાઓને લગતા ૧૦ વર્ષના કામોનો ખર્ચ રૂા. ૪૨૫ કરોડ અંદાજવામાં આવ્યો છે.

સમગ્ર વિસ્તારમાં સુચિત વસ્તી આધારિત રહેણાંક / વાણિજ્યક / ઔદ્યોગિક / જાહેર હેતુ વિગેરે ઝોનીંગ પણ મુખ્યમંત્રીએ કરવા સુચવ્યુ છે.

આ ઉપરાંત નવસારી અને વિજલપોર તેમજ આજુબાજુના ૧૫ ગામો મળી ૭૧.૩૭ ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલ નવસારી શહેરી વિકાસ સત્તામંડળ (NUDA)ની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.આ વિકાસ યોજનાથી NUDAમાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તથા સુઆયોજીત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાસના વિસ્તારની આગવી ઓળખ ઉભી થશે.ખાસ કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવા ઉપર વધુ ભાર મુકતાં અને શહેરની આંતરમાળખાકીય સવલતો માટે ટી.પી. મારફતે જમીન મેળવવાનું જણાવતા,નવસારી ઓથોરીટીના ડેવલપમેન્ટ પ્લાનમાં એક પણ રીઝર્વેશન સુચવેલું નથી.આ વિકાસ યોજનામાં હયાત રસ્તાઓનું રીસર્ફેસીંગ,સુચિત નવા રસ્તાઓ,સ્ટ્રીટ લાઇટ વિગેરે સહિતની આંતરમાળખાકીય સવલતો આપવા રૂ. ૬૫૫/- કરોડ નો ખર્ચ આગામી ૧૦ વર્ષમાં થવાનો અંદાજ છે.

ઉત્તરગુજરાત માં બેચરાજી ગામના ૮.૭૮ ચો. કિ.મીટરના રેવન્યુ વિસ્તારનો સુઆયોજિત વિકાસ કરી પાર્કિંગ સહિત ૦૯ થી ૯૦ મીટર સુધીના પહોળા રસ્તાથી યાત્રાધામને મળશે જયારે લીંબડીમાં ૧૨ થી ૪૦ મીટરના રસ્તાઓ અને ભવિષ્યમાં ટી.પી. સ્કીમ દ્વારા વધુ સુઆયોજિત વિકાસ ને મંજૂરી આપી છે.એક સાથે ચાર સત્તામંડળોના વિકાસ નકશાને મંજુરી આપી, સુચવેલ સામાન્ય ફેરફારો માટે લોકોના વાંધા સુચનો મંગાવતા પ્રાથમિક જાહેરનામાં પ્રસિધ્ધ કરવા મંજુરી છે

Share Now