બારડોલીના મોતાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાય

348

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મોતા ગામ માછી ફળિયામાંથી બારડોલી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી કુલ 27,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી અનુસાર બારડોલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે તેમણે મોતા ગામે આવેલ માછી ફળિયામાં ભાનુબેન રાઠોડના ઘરે રેડ કરી ઘરમાંથી તેમજ ઘરની પાછળ બનાવેલ શેડમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 290 બોટલ કિંમત રૂ. 27,400ના જથ્થા સાથે ભાનુબેન ડાહ્યાભાઈ રાઠોડને ઝડપી પાડી હતી.જ્યારે અલ્પેશ ડાહ્યાભાઈ રાઠોડ તેમજ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર દિપક અંબુભાઇ નીકુમ અને સાગર હિમ્મતભાઈ મોરે (બંને રહે, કારેલી ગામ, નવીગિરનાર ફળિયું) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now