રાફેલ મામલે મોદી સરકાર ભરાશે : કેગના રિપોર્ટેમાં મોટા ખુલાસા, નથી પૂરી થઈ આ શરતો

287

રાફેલ વિમાનોની ડીલને લઈને ફરી એક વખત રાજકીય સંગ્રામ છેડાય તેવા ભણકારા વાગી રહ્યા છે.CAG (કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં આ ડિલ માટેની કેટલીક શરતો પૂરી કરવામાં નહીં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

કેગના રિપોર્ટમાં કહેવાયુ છે કે 60,000 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા વિમાનોના સોદામાં મુખ્ય વાત ટેકનોલોજી ટ્રાન્સફરની હતી પરંતુ વિમાન બનાવનાર કંપની ડસોલ્ટ એવિએશન અને MBDAમાંથી કોઈએ પણ આ શરતને પૂરી કરી નથી.બીજી તરફ ભારતની સંસ્થા ડીઆરડીઓને લડાકુ વિમાનોના એન્જિન બનાવવા માટે આ ટેકનોલોજીની જરૂર છે.

રિપોર્ટમાં ઉઠાવાયેલા બીજા સવાલો આ પ્રમાણે છે

વિદેશી કંપનીઓએ ઓફસેટની વાત કરી હતી, ડસોલ્ટે ભારત સાથે 30 ટકા ટેકનોલોજી શેર કરવાનું વચન આપ્યું હતું પણ હજી સુધી તેનુ પાલન થયું નથી. આ ડિલમાં એવી કોઈ જોગવાઈ નથી. જે પ્રમાણે શરતનુ પાલન નહીં કરનાર વિદેશી કંપનીને દંડ કરી શકાય અને હવે તો જે ટેકનોલોજી શેર કરવાની હતી તે પણ જુની થઈ ગઈ છે. ઓફસેટનો અમલ કરવાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે.

2005 થી 2018 સુધી વિદેશી કંપનીઓ સાથે 66,000 કરોડ રુપિયાના 46 ઓફસેટ કોન્ટ્રાક્ટ સાઈન થયા હતા પણ 2018 સુધીમાં માત્ર 11,000 કરોડના ઓફસેટ જ ડિસ્ચાર્જ થયા છે. ઓફસેટના કેટલાક કેસમાં તો વેન્ડર દ્વારા બતાવાયેલી ઈનવોઈસ ડેટ અને ખરીદીની તારીખ પણ અલગ છે.કેટલાક કેસમાં વેન્ડરે શિપિંગ બિલ, લેન્ડિંગ બિલ, ટ્રાન્ઝેક્શનના પૂરાવા આપ્યા જ નથી. 90 ટકા મામલામાં કંપનીઓએ ઓફસેટના બદલામાં માત્ર સામાન ખરીદયો છે.કોઈ પણ કેસમાં ટેકનોલોજી ટ્રાન્સફર કરી નથી.

Share Now