ડ્રગ્સના કેસમાં ધર્મા પ્રોડક્શનના મોટા ડિરેક્ટરને NCBએ મોકલ્યું સમન્સ, જાણો ક્યારે થશે પૂછપરછ

285

મુંબઈ : એનસીબીએ ડ્રગ્સના કેસમાં ધર્મા પ્રોડક્શનના પ્રખ્યાત ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદને સમન્સ મોકલ્યું છે.ક્ષિતિજને એનસીબી દ્વારા 25 સપ્ટેમ્બર,સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.ધરપકડ કરાયેલ ડ્રગ પેડલર અનુજ કેશવાણીએ ક્ષિતિજ પ્રસાદના નામનો ખુલાસો કર્યો હતો.

એનસીબી દ્વારા અબીગેલ પાંડે અને સનમના ઘરેથી ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું.જોકે કેટલા જથ્થામાં તે જણાવવામાં આવ્યું નથી.બંનેની પૂછપરછ અને નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.પૂછપરછમાં અબીગેલ પાંડેએ ટીવીના કેટલાક પ્રખ્યાત લોકોનું નામ એનસીબીમાં લીધું છે.

તમને જણાવી દઈએ કે ક્ષિતિજ પ્રસાદ હાલમાં ધર્મા પ્રોડક્શનમાં એક્ઝિક્યુટિવ નિર્માતા છે.આ પહેલા,બાલાજી મોશન પિક્ચર્સમાં એક્ઝિક્યુટિવ નિર્માતા હતા.વળી, તેણે એસઆરકેના રેડ ચીલી અને જોન ઇબ્રાહિમના પ્રોડક્શન હાઉસમાં કાસ્ટિંગ સહાયક તરીકે પણ કામ કર્યું છે.

Share Now