અનિલ અંબાણીને બ્રિટનની અદાલતમાં ધડાકો, પરિવાર ઉઠાવી રહ્યો છે મારો ખર્ચ અને દાગીના વેંચીને ચુકવી રહ્યો છું વકીલોને ફી

271

દેવામાં ડુબેલા અનિલ અંબાણીને ત્રણ ચીની બેંકોની લોન મામલે પોતાની સંપત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે.શુક્રવારે બ્રિટનની એક અદાલતમાં અનિલ અંબાણીએ જણાવ્યું કે,તેની પાસે કોઈ મહત્વપૂર્ણ સંપત્તિ નથી.તેનો ખર્ચ ઘણો ઓછો છે,જે પત્ની અને પરિવારજનો ઉપાડે છે.આવકનો બીજો કોઈ સ્ત્રોત પણ નથી.તે પોતે એક સાધારણ જીવન જીવી રહ્યાં છે અને તે માત્ર એક કારનો જ ઉપયોગ કરે છે.

બેંકોએ વ્યાજની સાથે રકમ વસુલવા કર્યો છે કેસ

ફેબ્રુઆરી 2012માં રિલાયન્સ કોમે ત્રણ ચીની બેંકો પાસેથી 700 મિલિયન ડોલર કરતા પણ વધારે લોન લીધી હતી.જેની પર્સનલ ગેરેંટી અનિલ અંબાણીની હતી. કંપનીએ હવે દેવાળુ ફુક્યું છે તો બેંકોએ વ્યાજની સાથે રકમ વસુલવા માટે કેસ દાખલ કર્યો છે.લોન દેનારાઓમાં ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ (મુંબઈ બ્રાંચ), ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈના છે.

અંબાણી સામે તમામ કાનૂની કાયદાનો કરાશે ઉપયોગ

22 મે 2020માં લંડનની હાઈકોર્ટના જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે,અનિલ અંબાણી તરફથી 12 જૂન સુધીમાં ત્રણ ચીની બેંકોને 7.17 મિલિયનની ચૂકવણી કરવામાં આવે. પરંતુ સમય ઉપર ચૂકવણી નહીં થતા બેંકોએ સંપત્તિની જાહેરાત કરવાની માગ કરી હતી.ફરી અદાલતે અનીલ અંબાણીને 29 જૂનના રોજ દૂનિયામાં તેની ફેલાયેલી સંપત્તિને જાહેર કરવાનો આદેશ કર્યો હતો. તેણે એફિડેવિટમાં તે પણ બતાવવા માટે કહેવામાં આવ્યું છે કે જે સંપત્તિઓમાં તેની પૂરી ભાગીદારી છે કે તેની સાથે સંયુક્ત હક્કદાર છે.આ ત્રણ ચીની બેંકોએ તે સ્પષ્ટ કરી દીધું છે કે, તે અંબાણીની સામે તમામ કાનૂની કાયદાના વિકલ્પોનો ઉપયોગ કરશે.

‘મારી પાસે હવે કાર સિવાય કશું નથી યોર ઑનર’, અનિલ અંબાણીએ કોર્ટમાં વીનવણી કરી

એક સમયે દેશના સૌથી શ્રીમંત પરિવારોમાં ગણાતા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ આજે સાવ કંગાળ થઇ ચૂકી છે. કોર્ટે તેમની સંપત્તિની માગેલી વિગતના જવાબમાં તેમણે કહ્યું કે હું પરિવારનું ઝવેરાત વેચીને વકીલોની ફી ભરી રહ્યો હતો.મારી પાસે હવે એક કાર સિવાય કશું નથી. મારા પરિવારનો જીવનનિર્વાહ અન્ય સંબંધીઓ દ્વારા થઇ રહ્યો હતો.

ઇંગ્લેંડની એક કોર્ટને પોતાની આર્થિક પાયમાલીની વાત કરતાં અનિલ અંબાણીએ શુક્રવારે વીનવણી કરતાં કહ્યું હતું કે મારી પાસે હવે કશું રહ્યું નથી.માત્ર એક કાર છે. હું સામાન્ય માણસ જેવી જિંદગી જીવી રહ્યો હતો.

ચીની કંપનીઓનું દેવું નહીં ચૂકવી શકવાના કેસમાં શુક્રવારે લંડનની સુપિરિયર કોર્ટ સમક્ષ અનિલ અંબાણી પોતે વિડિયો લીંકની મદદથી હાજર થયા હતા.કોર્ટે તેમને સતત ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી.અનિલે કહ્યું હતું કે આ વર્ષના જાન્યુઆરીથી જૂન વચ્ચે મારે કાનૂની ખર્ચ ચૂકવવા 9 કરોડ 90 લાખ રૂપિયાનું પારિવારિક ઝવેરાત વેચી નાખવું પડ્યું હતું.

અનિલે કોર્ટને કહ્યું કે મિડિયાએ મારી સંપત્તિની વાતો ચગાવીને રજૂ કરી હતી.મારી પાસે ક્યારેય રોલ્સરોયઝ કાર નહોતી.મારી પાસે એક સાધારણ કાર છે.મારા વિશે મિડિયા જાતજાતની અફવાઓ ફેલાવતું રહે છે.બાકી મારી રહેણીકરણી સામાન્ય માણસ જેવી છે.

દરમિયાન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઑફ ચાઇના, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઑફ ચાઇના તેમજ ચાઇના ડેવલપમેન્ટ બેંકે એવું નિવેદન બહાર પાડ્યું હતું કે અનિલ અંબાણી સામે અમે તમામ કાનૂની વિકલ્પો કામે લગાડીશું.આ વર્ષના મેની 22મીએ લંડનની એક કોર્ટે અનિલને એવો આદેશ આપ્યો હતો કે જૂનની 12મી સુધીમાં તમારે ચીની કંપનીઓનું 5,281 કરોડ રૂપિયાનું દેવું અને કાનૂની ખર્ચના સાત કરોડ રૂપિયા ચૂકવી દેવા.

એક સમયનાં કુબેરપતિ ‘ભુખડીબારસ’ બની ગયા!

ભારતના ધનકુબેર પરિવારના અનિલ અંબાણીનો દાવો,પોતે સાદાઈથી જીવે છે અને વૈભવી ઠાઠથી દૂર રહે છે

સમય-સમય બલવાન હૈ. નહીં પુરૂષ બલવાન.ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ટોચના કુબેરપતિઓમાં જેની ગણના થાય છે તેવા અંબાણી પરિવારના અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ કથડીને ખાડે ગઈ હોય તેમ એક સમયના કુબેરપતિ અનિલ અંબાણી આર્થિક રીતે ભારે ભીંસમાં આવી ગયા હોય તેમ લંડનની અદાલતમાં તેમણે કરેલી જાહેરાત અને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,તંગીના આ માહોલમાં પોતે દાગીના વેંચીને વકીલોની ફી ચૂકવી રહ્યો છે.

ઈંગ્લેન્ડની કોર્ટમાં ચીન બેંક મુદ્દે ચાલી રહેલા કેસમાં અનિલ અંબાણીએ વૈશ્ર્વિક ધોરણે પોતાની મિલકતોની સ્થિતિ જાહેર કરી હતી.બિઝનેશ ટાઈકુન અનિલ અંબાણીએ ઈંગ્લેન્ડની કોર્ટને શુક્રવારે જણાવ્યું હતું કે તે સાદગીપૂર્ણ જીવન જીવે છે અને ઘર વપરાશ માટે એક જ મોટરનો ઉપયોગ કરે છે અને તેણે વકીલોની ફી ચૂકવવા માટે દાગીના વેંચીને ફી ભરી હતી. તેણે જણાવ્યું હતું કે,જાન્યુઆરી થી જૂન ૨૦૨૦ દરમિયાન તેણે દાગીના વેંચીને ૯.૯ કરોડ રૂપિયાની રકમ ઉભી કરી હતી. હવે તેની પાસે કંઈ નથી.

અનિલ અંબાણીને જયારે પોતાની વૈભવી જીવનશૈલી અને મોટર વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે,આ બધી મીડિયામાં ચમકતી ટેબલ સ્ટોરીઓ છે. મેં ક્યારેય રોલ્સ રોય લીધી જ નથી. હું અત્યારે એક જ કાર વાપરું છું. મે ૨૨ ૨૦૨૦ના દિવસે ઈંગ્લેન્ડ હાઈકોર્ટે અનિલ અંબાણીને રૂા.૫.૨૮૧ કરોડ રૂપિયા ૩ ચીની બેંકોને ૧૨ જૂન ૨૦૨૦ પહેલા ચૂકવી દેવા આદેશો કર્યા હતા.આ રકમ ન ચૂકવી શકાતા ફરીથી ૧૫ જૂને ચીનની બેંકોએ ઉઘરાણી કરી હતી. અનિલ અંબાણી ભારતમાં બેઠા બેઠા શુક્રવારે વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થયા હતા.તેની ઉલટ તપાસ થઈ હતી. કોર્ટે ૫૦૦ કરોડ રૂપિયાની તેની માતા અને ૩૧૦ કરોડ તેના પુત્ર અનમોલની લોન અંગે સુનાવણી હાથ ધરી હતી.અનિલ અંબાણીએ જણાવ્યું હતું કેે, તેણે ૫ બીલીયન રૂપિયાની રિલાયન્સ ઈનોવેન્ચરને લોન આપી હતી જે, પાછી આવી નથી.તેણે એમ પણ જણાવ્યું હતું કે,૧૨ મીલીયન રિલાયન્સ ઈનોવેશનના શેર અત્યારે નકામાં બની ગયા છે. તેમણે તેમની વિશ્ર્વમાં આવેલી મિકલતોની યાદી સુપ્રત કરી હતી.

અનિલ અંબાણીએ જણાવ્યું કે પોતે સંપૂર્ણપણે સાદગીભર્યું જીવન જીવે છે. અંબાણી પોતે એક ધનવાન વ્યક્તિ છે તે એક-એક કલાકૃતિ ૧.૧૦ લાખ ડોલરના મુલ્યની ખરીદે છે ત્યારે પ્રશ્ર્ન ઉઠ્યો હતો કે, શું આ કલેકશન ટીના અને અનિલ અંબાણીનું છે. તેની સામે અનિલ અંબાણીએ જવાબ આપ્યો હતો કે,આ કલેકશન પોતાની પત્નીનું છે. હું તેનો માત્ર પતિ છું તેથી તે મારી રજા લે છે. તેણે પ્રોફેશન ફી રિલાયન્સ ઈન્ફાસ્ટ્રકચરના માધ્યમથી મેળવી હતી. મારો ખર્ચ અત્યારે ખુબજ સીમીત છે.હું ભવ્ય જીવન ધોરણ વચ્ચે નથી જીવતો,અને મારી પાસે કોઈ બીજી આવક નથી,મેં મારા દાગીના વેંચીને કોર્ટની ફી ભરી હતી હવે વધારાનો ખર્ચ હું ઉપાડી શકુ તેમ નથી. જ્યારે વકીલે વિરોધ નોંધાવ્યો ત્યારે અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે,લોકડાઉનના કારણે તે કેટલાક વ્યવહારો કરી શકે તેમ નથી.

તેમણે ક્રેડીટ કાર્ડથી લંડન, કેલીફોર્નિયા, બેઈઝીંગમાં કરવામાં આવેલી ખરીદીમાં પણ તે પોતાની માતાએ ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.અનિલ અંબાણીએ ૬૦.૬ લાખના ખર્ચની દક્ષિણ મુંબઈમાં આવેલા નિવાસ સ્થાને વીજળી ખર્ચ તરીકેની જાહેરાત કરી હતી.પોતે નિવેદનમાં જણાવ્યું હતું કે,તેનું જીવન સાદુ છે,સાદગી તેને પસંદ છે અને અત્યારે તે મુશ્કેલીમાં છે અને સાદુ જીવન જીવે છે.

Share Now