મીઠાઈ વેચનારે 1લી તારીખથી બેસ્ટ બીફોર લખવું ફરજિયાત

337

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા( એફએસએસએઆઈ)એ મીઠાઈના દુકાનદારો માટે બેસ્ટ બીફોર લખવું ફરજિયાત કર્યું છે.આ આદેશનો અમલ આગામી પહેલી ઓક્ટોબરથી થશે.આદેશમાં જણાવાયા અનુસાર, મીઠાઈ વેચતા દુકાનદારોએ મીઠાઈની એક્સપાયરી ડેટ અથવા બેસ્ટ બીફોર જણાવવું પડશે.

એફએસએસએઆઈએ પોતાના હુકમમાં જણાવ્યું છે કે,મીઠાઈના ઉત્પાદકે તેના લેબલ ઉપર મીઠાઈ ક્યારે બનાવી તેની તારીખ પણ લખવી પડશે.જો કે, આવી તારીખ લખવી ફરજિયાત નથી બનાવાઈ પણ તે દુકાનદાર ઉપર આધારિત છે.

આ અગાઉ એફએસએસએઆઈએ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મીઠાઈના ઉત્પાદનની તારીખ અને બેસ્ટ બીફોર લખવું ફરજીયાત બનાવ્યું હતું.જો મીઠાઈ લુઝ હોય એટલે કે,પેકેટમાં ન હોય તો આઉટલેટ માં તેની તારીખ દશર્વિવી જરૂરી ગણાવી હતી.આ પછી ફેડરેશન ઓફ સ્વીટ એન્ડ નમકીન મેન્યુફેક્ચરિંગ દ્વારા આ આદેશનો વિરોધ કરાયો હતો અને પછી એફએસએસએઆઈએ સુધારેલો આદેશ આપ્યો છે.

Share Now