ભારત પર રાજ કરનારી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક હવે એક ભારતીય

276

નવી દિલ્હી, તા. 26. : ભારત સહિત આખી દુનિયા પર રાજ કરનારી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામથી ભાગ્યે જ કોઈ ભારતીય અજાણ હશે.હવે કુદરતનો ન્યાય કહો કે ગમે તે પણ ભારતમાં બ્રિટિશ રાજના મૂળિયા નાંખનારી આ કંપનીની માલિકી હવે એક ભારતીય પાસે છે.

ઈસ્ટ ઈન્ડિયા કંપની સંજીવ મહેતાએ ખરીદી લીધી હતી.જે ભારતીય મૂળના બિઝનેસમેન છે.ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી.તે વખતે એલિઝાબેથ પ્રથમ ઈંગ્લેન્ડના મહારાણી હતી.તેમણે એશિયામાં વ્યવસાય કરવા માટે કંપનીને છુટ આપી હતી.શરુઆતમાં કંપની યુરોપના બીજા દેશો પાસેથી ભારતના મસાલા અને ચા મંગાવતી હતી પણ એ પછી કંપનીએ જાતે ભારતમાં આવીને વ્યવસાય શરુ કર્યો હતો.ધીરે ધીરે ભારતના મોટા હિસ્સા પર કબ્જો જમાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની 1857ના બળવા બાદ ભારતમાંથી લગભગ વિદાય થઈ હતી અને તેની જગ્યાએ બ્રિટિશ સરકારે ભારત પર શાસન સંભાળી લીધુ હતુ.જોકે એ પછી પણ કંપની તો અસ્તિત્વમાં હતી જ.

સંજીવ મહબેતાએ 2005માં કંપનીમાં પ્રવેશ કર્યો હતો.આજે તેઓ તેના માલિક છે અને કંપનીએ નવી ઓળખ સાથે પોતાનો હેલો સ્ટોર 2010માં લંડનમાં ખોલ્યો હતો.સંજીવ મહેતા કહે છે કે,જે કંપનીએ ભારત પર રાજ કર્યુ હતુ તેના માલિક થવાની ઓળખ ગર્વનો અહેસાસ કરાવે છે.

Share Now