કામરેજના દેરોદથી વિદેશી દારૂ ભરેલ ત્રણ કાર ઝડપાય

280

– એલસીબી પોલીસે ત્રણ કાર અને વિદેશી દારૂ મળી કુલ 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં દેરોદ ગામની સીમમાં ખોલેશ્વર ગામ તરફ જતાં ખેતરાડી વિસ્તારના રોડ ઉપરથી સુરત જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ત્રણ કાર ઝડપી પાડી હતી જ્યારે ચાર શખ્સોને વોંટેડ જાહેર કરી કુલ 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ કામરેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે ખોલેશ્વર ગામે રહેતો બુટલેગર હિતેશ ઉર્ફે લાલુ ગોમાનભાઈ વસાવા દેરોદ ગામની સીમમાં દેરોદથી ખોલેશ્વર ગામ તરફ જતાં ખેતરાડી જતાં કાચા રોડ ઉપર ત્રણ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મૂકી રાખેલ છે.જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમે રેડ કરી અલ્ટો કાર નંબર જીજે-16-બીએલ-4676, સ્વિફ્ટ કાર નંબર જીજે-05-જેએસ-3403, ઇકો કાર નંબર જીજે-05-જેબી-5551 માંથી વિદેશી દારૂ તેમજ બીયરની કુલ 2076 નંગ બોટલ કિંમત રૂ. 3.50 લાખનો જથ્થો મળી કુલ 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હિતેશ ઉર્ફે લાલુ ગોમાનભાઈ વસાવા સહિત ત્રણ કાર ચાલકોને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now