રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના ના આધારે કે.ડી.જાટ પો. ઇન્સ. એસ.ઓ.જી. નર્મદા તથા જી.કે.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા પો.સ્ટે. તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો તથા સાગબારા પોલીસ સ્ટેશનના માણસોએ બાતમીના આધારે લાલસીંગભાઇ સેગજી ભાઇ વસાવા,( રહે. દેવસાકી ગામ,પટેલ ફળીયુ, તા.સાગબારા,જી.નર્મદા) ને પોતાના કબજા ભોગવટાની ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતી જન્ય લીલા ગાંજાના છોડ નંગ- ૨૩૨ કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કુલ કિંમત રૂપીયા ૧૬,૫૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .