નવી દિલ્હી: એન્ડ ટુ એન્ડ- ‘એનસાઈકોપ્ટેડ’ ગણાતા વોટસએપ મેસેજીંગ એપને બોલીવુડના ડ્રગ કાંડમાં જે ચેટ જાહેર થઈ તેનાથી મોટો ફટકો પડયો છે અને ફિલ્મી ઉદ્યોગ સહીતના સેલીબ્રીટી જે હવે યુરોપમાં વોટસએપ કરતા પણ લોકપ્રિય અને વધુ સલામત ગણાતા ‘ટેલીગ્રામ’ એપ. ભણી વળ્યા છે.
નાર્કોટીક કંટ્રોલ બ્યુરોની તપાસમાં જે સત્ય બહાર આવ્યું છે તેમાં મોટાભાગના સિતારાઓના વોટસએપ ‘ચેટ’ ડ્રગ કાંડનું પગેરુ મળ્યુ છે અને તેથી વોટસએપ ચેટ લીક થઈ છે અને તે વોટસએપ એકાઉન્ટ હેક કરીને મેળવાઈ છે તે નિશ્ચિત થયુ છે.છેલ્લા થોડા સમયથી ટેલીગ્રામ-મેસેજીંગ એપ જે વોટસએપ જેવી જ તમામ ખાસીયત ધરાવે છે તેની લોકપ્રિયતા મીડીયા સહીતના ક્ષેત્રોમાં વધી છે અને અહી વોટસએપ કરતા પણ વધુ સરળતાથી યુ-ટયુબની માફક ચેનલ ગ્રુપ બનાવી શકાય છે. યુરોપમાં ટેલીગ્રામ એપ. એ વોટસએપને પણ પાછળ રાખ્યુ છે.
વોટસએપના સલામતીના દાવા પોકળ સાબીત થઈ રહ્યા છે અને તેની સામે અત્યાર સુધીમાં ટેલીગ્રામ મેસેજ કે વિડીયો ‘લીક’ થયા નથી. ફિલ્મી સિતારાઓએ તેના અને તેની સાથેના સ્ટાફને પણ વોટસએપ ડિલીટ કરવા સૂચના મળી જ છે.ટેલીગ્રામમાં સિક્રેટ ચેટનો જે વિકલ્પ છે તે જ સૌથી વધુ મહત્વનો છે.જેમાં તમો આ ચેટ કેટલો સમય સાચવવા માંગો છો તે નિશ્ચિત કરી શકાય છે.