હવે પહેલી ઓકટોબરથી આપને ડ્રાઈવીંગ લાયસન્સ સહિત વાહનના દસ્તાવેજ સાથે નહીં રાખવા પડે!

372

નવી દિલ્હી તા.28 : હવે આપ વાહન ચલાવતા હશો તો આપને ડ્રાઈવીંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (આરસી), ઈુસ્યોરન્સ, પીયુસી જેવા ડોકયુમેન્ટ સાથે રાખવાની જરૂર નથી! જીહા,એક ઓકટોબરથી આ નિયમ લાગુ થઈ રહ્યો છે,પણ સાવધાન રહેજો.ટ્રાફિક પોલીસ તેના ડિવાઈસથી ચેક કરશે કે આપના વાહનોના દસ્તાવેજો છે કે નહીં.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આ બારામાં એક એકટ બનાવીને નોટીફીકેશન જાહેર કર્યું છે.જે એક ઓકટોબરથી લાગુ થઈ જશે.કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ડ્રાઈવીંગ લાયસન્સ અને ઈ-ચલણ સહિત વાહન દસ્તાવેજની જાળવણી એક ઓકટોબરની જાળવણી એક ઓકટોબરથી માહિતી ઓથોરીટી પોર્ટલ દ્વારા કરવામાં આવશે.મંત્રાલયે રાજય પરિવહન વિભાગમાં અને ટ્રાફીક પોલીસને પણ વાહનચાલક પાસેથી દસ્તાવેજો ન માંગવાનું જણાવ્યું છે.જેની જગ્યાએ એક સોફટવેર વિકસિત કરવામાં આવી રહ્યો છે.

જેનાથી ટ્રાફીક પોલીસ કે પરિવહન અધિકારી ગાડીના નંબર પોતાની મશીનમાં નાખીને તે વાહનના દસ્તાવેજોની ચકાસણી કરશે.આ એકટ મુજબ કોઈ પોલીસ કર્મી પાસે તપાસ ઉપકરણ નથી તો તે સ્માર્ટ ફોન પર સોફટવેર ડાઉનલોડ કરીને વાહનના કાગળોની તપાસ શરૂ કરી શકશે.જો વાહનનું ચલણ ફાટે છે અને વાહનમાલિક ચલણનું પેમેન્ટ નથી કરતો તો પરિવહન સંબંધ ટેકસ જમા કરાવવો પડશે. ટેકસ ન ભરે તો તે ન તો પોતાનું વાહન વેચી શકશે કે ન તો પોતાના ડ્રાઈવીંગ લાયસન્સને રિન્યુ કરાવી શકશે.

Share Now