નવી દિલ્હી: દેશમાં કુદરતી આફત સહિતના સમયે કેન્દ્ર અને રાજય સરકારના કરોડો કર્મચારીઓના પગારમાંથી એક દિવસનો પગાર કાપીને તે જે તે રાહત ફંડમાં જમા કરાવાયા છે, પણ હવે કેન્દ્રની મોદી સરકારે નવા પી.એમ.કેર્સ ફંડની રચના કરી પછી હવે ફકત દેશી-વિદેશી કંપનીઓના કોર્પોરેટ રીસ્પોન્સીલીટી ફંડના નાણા જ નહી પણ કર્મચારીઓના પગારમાંથી પણ હાલમાં જે રીતે કોરોના સંક્રમણનો સામનો કરવા એક દિવસનો પગાર કપાયો તે નાણા પણ સરકારના સતાવાર ફંડના બદલે પી.એમ. કેર્સ ફંડમાં જમા થયા છે.
હાલમાં જ જાહેર થયેલા આંકડા મુજબ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા,ભારતીય જીવન વિમા નિગમ તથા રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓના પગારમાં 1 દિવસનો પગાર કપાયો તે કુલ રૂા.205 કરોડની રકમ પણ કેર્સ ફંડમાં જમા થયા છે. જાહેર ક્ષેત્રની સાત બેન્કો, અન્ય સાત અગ્રણી, શૈક્ષણિક સંસ્થાઓ અને વિમા કંપનીઓ તથા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા આ તમામના રૂા.204.75 કરોડની રકમ પી.એમ. કેર્સ ફંડમાં જમા થઈ હતી.એલઆઈસી અને જનરલ ઈુસ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા નેશનલ હાઉસીંગ બેન્કના કુલ રૂા.144.5 કરોડ પી.એમ. કેર્સ ફંડમાં ગયા હતા.
જેમાં એલઆઈસીએ એકલાજ રૂા.113.65 કરોડ આપ્યા હતા. જેમાં રૂા.8.64 કરોડ કર્યા નથી.પગાર અને રૂા.100 કરોડ કોર્પોરેટ માટે જે સોશ્યલ રીસ્પોન્સીબીલીટી એકટ હેઠળ નાણાનો સામાજીક કાપ માટે ઉપયોગ કરવાનો હોય છે તે પીએમ કેર્સ ફંડમાં આપવામાં આવ્યા હતા.સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ તેના સ્ટાફના પગાર સહિતની રૂા.107.75 કરોડની રકમ પી.એમ. કેર્સ ફંડમાં અપાઈ હતી.