સુશાંત સિંહ કેસમાં આ એજન્સી સાથે જોડાયા ગુજરાતના પાંચ અધિકારીઓ, જાણો વિગત

262

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈ,ઇડી અને એનસીબી તપાસ કરી રહી છે.આ ત્રણેય એજન્સી અલગ – અલગ એન્ગલથી તપાસ કરી રહી છે.જેમાં નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ડ્રગ્સ કેસની તપાસ ઝડપી ચાલી રહી છે અને આ તપાસનો રેલો ટોચના બૉલીવુડ સ્ટાર્સ સુધી પહોંચ્યો છે.હવે એનસીબીની ટીમમાં અમદાવાદ એનસીબીના પાંચ અધિકારીઓ જોડાયા છે.

મળતી વિગત મુજબ,બૉલીવુડ સ્ટાર્સના નિવેદનોની ઉલટ તપાસ માટે ગુજરાતના અધિકારીઓને જોડવામાં આવ્યા છે.સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ મુંબઈના ડ્રગ્સ પેડલરનો સીધો સંપર્ક ગુજરાતના કેટલાક ડ્રગ્સ ડીલર્સ સાથે હોવાની શક્યતા સેવાઈ રહી છે.જેને લઈને હવે ઉલટ તપાસનો ધમધમાટ શરુ થયો છે. ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં પણ તાજેતરમાં જ મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઝડપાયું હતું.

Share Now