ગુજરાત ભાજપમાં અવારનવાર વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો અને ફોટા પોસ્ટ કરવાના સમાચાર સામે આવતાં જ હોય છે.અને હવે પાછો ફરીથી અશ્લીલ પોસ્ટની ઘટના સુરતથી સામે આવી છે.જેમાં એક કાર્યકરે ગ્રૃપમાં પોર્ન વેબસાઈટનાં વીડિયો શેર કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ ગ્રૃપમાં ભાજપના ધારાસભ્ય સહિત મહિલા કાર્યકરો પણ સામેલ છે.
ગુજરાતમાં ભાજપના વોટ્સએપ ગ્રૃપમાં કાર્યકરો દ્વારા અશ્લીલ પોસ્ટ મુકવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.અને તેમ છતાં પણ પક્ષ દ્વારા ખુલીને આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.જેને કારણે આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. સુરતમાં ભાજપના વોર્ડ નંબર 11ના વોટ્સએપ ગ્રૃપમાં ભાજપના કાર્યકરે પોર્ન વેબસાઈટના ગંદા વીડિયો શેર કર્યા હતા.
વોર્ટ નંબર 11ના આ ગ્રૃપમાં ધારાસભ્ય સહિત મહિલા કાર્યકરો પણ સામેલ છે.આવાં ગંદી પોસ્ટ જોઈને કાર્યકરોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. 114 કાર્યકરોના આ ગ્રૃપમાં અશ્લીલ પોસ્ટ કરનાર કાર્યકરે માફી માગી લીધી હતી અને પોતાની પોસ્ટ ડિલીટ મારી દીધી હતી.પણ અહીં સવાલ ભાજપ પર ઉઠી રહ્યો છે. અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ ફરીથી આવાં કિસ્સાઓ ન બને તે માટે ભાજપ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.