બારડોલી : સુરત જિલ્લાના કડોદરા ખાતે મોદી હોસ્પિટલની પાછળ આવેલ નવા હળપતિવાસ જલારામ નગર ખાતેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડી કુલ 80,965નો મુદ્દામાલ કબ્જે કરી ચલથાણના લિસ્ટેડ બુટલેગર શનિને વોંટેડ જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે કડોદરા મોદી હોસ્પિટલની પાછળ નવા હળપતિવાસ જલારામ નગર ખાતે રહેતી નિરુબેન રણજીતભાઈ રાઠોડ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના મકાન સામે આવેલ પાનના ગલ્લામાં તથા ઓરડીમાં રાખી વેચાણ કરી રહી છે.જે હકીકતના આધારે મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી એક મોપેડ તથા પાનના ગલ્લામાં તેમણ ઓરડીમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 212 બોટલ જેની કિંમત રૂ.27,985 તથા મોપેડ અને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ 80,965ના મુદ્દામાલ સાથે નિરુબેન રણજીતભાઈ રાઠોડ, પિયુષભાઇ રણજીતભાઈ રાઠોડ, રાજુભાઇ ધીરુભાઈ રાઠોડ (ત્રણે રહે, કડોદરા, મોદી હોસ્પિટલ પાછળ, નવા હળપતિવાસ) તેમજ અનિલ કિશોર રાઠોડ (રહે, હળપતિવાસ, પર્વત ગામ, સુરત) ને ઝડપી પાડ્યા હતા.તેઓની પૂછતાછ કરતાં તેમણે જણાવ્યુ હતું કે આ વિદેશી દારૂનો જથ્થો ચલથાણ ખાતે રહેતો શનિ પૂર પાડતો હોય પોલીસે તેને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.