
અમદાવાદ, 29 સપ્ટેમ્બર : જુહાપુરાના કુખ્યાત હિસ્ટ્રીશીટર નાઝીર વોરાનુ ગેરકાયદે કોમ્પ્લેક્સ તોડી પડાયું.ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.વેજલપુર પોલીસે ઝોન-7 નાં ડીસીપી પ્રેમસુખ ડેલુંની હાજરીમાં આ ગેરકાયદેસર કોમ્પ્લેકસને તોડી પાડવાની કાર્યવાહી કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને શરુ કરવામાં આવી છે.કહેવામાં આવે છે કે જુહાપુરામાં અનેક જગ્યાઓ ઉપર,આવાજ ગેરકાયદે કોમ્પ્લેક્સ આવેલા છે.તે બધાનો વારો પણ હવે આવશે તેમ લાગી રહ્યું છે.
એક મહિના પહેલા જ ઝોન-7 નાં DCP તરીકે પ્રેમસુખ ડેલુંએ ચાર્જ સંભાળ્યા પછી કુખ્યાત હિસ્ટ્રીશીટર નાઝીર વોરાના ઘરે ટોરેન્ટ પાવરના અધિકારીઓને સાથે રાખીને દરોડાઓ પાડવામાં આવ્યા હતા.જેમાં મસમોટું વીજ કૌભાંડ સામે આવ્યું હતું.કહેવામાં આવે છે કે ટોરેન્ટ પાવરના પાવર સપ્લાય કરતા કેબલમાં વચ્ચે ભંગાણ કરીને બીજી ગેરકાયદે લાઈન લઈને વીજ ચોરી કરવામાં આવતી હતી,એમ પણ કહેવામાં આવે છે કે એક વખતના દરિયાપુરના ડોન અબ્દુલ લતીફના રાઈટ હેન્ડ ગણાતા નાઝીર વોરાને કોઈ કારણો સર લતીફ જોડે વાંકુ પડતા તેણે વેજલપુર અને જુહાપુરમાં બિલ્ડર બનીને તે ધંધાની આડમાં અનેક ગુનાખોરીના કાર્યો કરીને નાઝીર વોરા ડોન બની બેઠો હતો.જુહાપુરામાં ધાકધમકી કરીને ચારથી પાંચ બિલ્ડીંગો બનાવીને બિલ્ડર બની ગયો હતો.