બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ/ 315 લોકોએ જુબાની આપી, 600 દસ્તાવેજો રજૂ કરાયા. અને આખરે ચુકાદો આવ્યો

308

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષના લાંબા સમય પછી લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત 30મી સપ્ટેમ્બરે બુધવારે તેનો ચૂકાદો સંભળાવી દીધો છે. આ કેસમાં રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા મોટા નામ અને ભાજપના મોટા નેતાઓ 982 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી, 86 વર્ષીય મુરલી મનોહર જોશી,કલ્યાણ સિંહ,ઉમા ભારતી,કલ્યાણ સિંહ અને સાધ્વી ઋતંભરા સહિત કુલ 32 લોકો આરોપી છે.અદાલતે આ બધા જ આરોપીઓને ચૂકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું.28 વર્ષ સુધી ચાલેલા આ કેસની સુનાવણીમાં 315 લોકોએ જુબાની આપી હતી અને 600 જેટલા દસ્તાવેજો રજૂ કરાયા હતા. આટલા લાંબા સમય સુધી ચાલેલી કેસની સુનાવણીમાં 49માંથી 17 આરોપીઓના મોત થઈ ગયા છે.
બાકીના 32 આરોપીઓ પર તેમનો ચૂકાદો સંભળાવ્યો

સીબીઆઈના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર આ કેસના બાકીના 32 આરોપીઓ પર તેમનો ચૂકાદો સંભળાવ્યો છે.આ કેસમાં કુલ 49 એફઆઈઆર નોંધવામાં આવી હતી. પહેલી એફઆઈઆર ફૈઝાબાદ પોલીસ સ્ટેશનમાં રામ જન્મભૂમિના અશોક પ્રિયંવદા નાથ શુક્લાએ નોંધાવી હતી જ્યારે બીજી એફઆઈઆર એસઆઈ ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી.તેને જ આધાર બનાવીને ભાજપ,વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય 49 હિન્દુવાદી નેતાઓ પર કેસ ચલાવાયો હતો,તેમાંથી 17 આરોપીઓના મોત થઈ ગયા છે. જ્યારે બાકીના 32 વિરૂદ્ધ બુધવારે અદાલત ચૂકાદો સંભળાવશે.આ કેસમાં અલગ અલગ તારીખો પર કુલ 47 પત્રકારોએ પણ એફઆઈઆર નોંધાવી હતી.

1993ના 49 આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો

આ એફઆઈઆર 6 ડિસેમ્બર 1992ના રોજ ઢાંચો તોડતી વખતે પત્રકારો સાથે થયેલી મારપીટ, તેમના કેમેરા આંચકી લેવા અને તોડી નાંખવા સંબંધિત હતી. વર્ષ 1993ના 49 આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો,તેમાં 13 આરોપીઓને વિશેષ અદાલતે આરોપ સ્તર પર જ ડિસ્ચાર્જ કરી દીધા હતા. સીબીઆઈએ આ ચૂકાદાને પહેલા હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

25 વર્ષ સુધી આ કેસમાં આઈપીસીની કલમ 120 બી લગાવાઈ જ નહોતી

25 વર્ષ સુધી આ કેસમાં આઈપીસીની કલમ 120 બી એટલે કે કાવતરૂં રચવાની કલમ જ લગાવાઈ નહોતી. પરંતુ 30 મે 2017ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને વિષ્ણુ હરિ દાલમિયા પર આઈપીસીની કલમ 120 બી હેઠળ કાવતરૂં રચવાનો આરોપ પણ સામેલ કર્યો હતો.

Share Now