એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે સૈન્ય માટે છેલ્લા છ વર્ષમાં આશરે 960 કરોડ રૂપિયાના જે બોમ્બ વગેરે વિસ્ફોટ સામગ્રી ખરીદવામાં આવી હતી તે ખરાબ નીકળી છે. હાલ ચીન અને પાકિસ્તાન સાથે સરહદે ઘર્ષણ ચાલી રહ્યું છે આ સિૃથતિ વચ્ચે સામે આવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે સૈન્ય માટે ખરીદવામાં આવેલા રૂપિયા 960 કરોડના દારૂગોળા ખરાબ નિકળ્યા છે,જેને કારણે ઘટેલી ઘટનામાં 27 જવાનના મોત નિપજ્યા છે. વર્ષ 2014થી 2020 દરમિયાન અતી ખરાબ ક્વોલિટીના દારૂગોળા ખરીદવામા આવ્યા તેની કિમત આશરે 960 કરોડ રૂપિયા છે.સૈન્યના એક આંતરિક રિપોર્ટમાં આ સામે આવ્યું છે અને તેને સંરક્ષણ મંત્રાલયને પણ સોપવામાં આવી છે.
નોંધનીય છે કે ઓર્ડિનેંસ ફેક્ટ્રી બોર્ડ (ઓએફબી)નું સંચાલન સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે અને તે સૌથી જુની સરકારી ઓર્ડિનેંસ પ્રોડક્શન યૂનિટમાંની એક છે.જે અંતર્ગત જ સૈન્ય માટે દારૂગોળા બનાવવામાં આવે છે. આ દારૂગોળા ખરાબ નિકળતા સૈન્ય દ્વારા તેની આલોચના કરવામાં આવી છે.
જે પણ દારૂગોળા કે વિસ્ફોટક સામગ્રીમાં ખામી જોવા મળી છે તેમાં 23-એમએમના એર ડિફેંસ શેલ, આર્ટિલરી શેલ, 125 એમએમના ટેંક રાઉંડ સહિત અલગ અલગ કેબિલરની બૂલેટનો પણ સમાવેશ થાય છે. સૈન્યના રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ ખરાબ ક્વોલિટીના દારૂગોળાને કારણે સૈન્યને પણ નુકસાન થયું છે સાથે જ આ પ્રોડક્ટને કારણે જે ઘટનાઓ બની રહી છે તેનાથી માનવીય ક્ષતિ પહોંચે છે અને એક સપ્તાહમાં એક થાય છે.
આ આંતરિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2014 બાદ ખરાબ ક્વોલિટીના દારૂગોળાને કારણે 403 અકસ્માતો પણ થયા છે અને આ દરમિયાન 27 જવાનોના મોત નિપજ્યા છે અને સાથે જ 159 ઘાયલ થયા છે.આ વર્ષે જ એક વર્ષમાં આશરે 13 આવા અકસ્માત થયા છે.જેમાં વિસ્ફોટ થવા જેવી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે પણ આ વર્ષે કોઇના મોત નથી નીપજ્યા.