જાપાનના એક યુવકે સોશિયલ મીડિયા પર નવ લોકોનો સંપર્ક કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા.બુધવારના રોજ 29 વર્ષના આરોપી તાકાહિરો શિરાઇસીએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલકર્યો છે.લોકો તેને ‘ટ્વિટર કિલર’ કહી રહ્યા છે.શિરાઇસીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે તેની ઉપર લાગેલા આરોપોને ઓછા કરવામાં આવે કારણ કે તેણે તમામ પીડિતોની હત્યા તેમની મંજૂરીથી કરી છે.તમામ પીડિતોએ સોશિયલ મીડિયા પર આત્મહત્યા માટે વિચાર પ્રગટ કર્યા હતા.
સાર્વજનિક પ્રસારણકર્તા એનએચકે એ કહ્યું કે શિરાઇસી જે પીડિતોને માર્યા અને તેમના બોડી પાર્ટ્સને કુલબોક્સમાં રાખવાનો આરોપ છે તેને કોર્ટમાં એ કબૂલ્યું નથી કે તેણે જ નવ લોકોની હત્યા કરી છે પરંતુ કોર્ટમાં તેને એ ચોક્કસ કહ્યું કે આ તમામ સાચા છે.જાપાની મીડિયા રિપોર્ટસના મતે આરોપી પર રેપના પણ ચાર્જીસ ચાલી રહ્યા છે.
આરોપ છે કે શિરાઇસી ટ્વિટર પર 15 થી 26 વર્ષના એવા લોકોની શોધ કરતો હતો જે ઓનલાઇન પોતે મરી જવાની પોસ્ટ લખતા હતા.આ તેમનો સંપર્ક કરીને તેમને આમ કરવામાં મદદની ઓફર કરતો હતો અને સાથો સાથ મારવાનું વચન પણ આપતો હતો.જો શિરાઇસી દોષિત સાબિત થાય છે તો તેને મોતની સજા થઇ શકે છે. જાપાનમાં મૃત્યુદંડ ફાંસી હોય છે.
શિરાઇસીના વકીલ તેના પર લાગેલી કલમોને ઓછી કરવા માંગે છે.તેઓ ઇચ્છે છે કે તેના પર હત્યા નહીં પરંતુ સહમતિથી હત્યા કરવાના આરોપ લાગે અને તેના અંતર્ગત કેસની સુનવણી થાય. જો આમ થાય તો શિરાઇસીને 6 મહિનાથી લઇ સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે.
જાપાનના એક દૈનિક અખબાર ‘મૈનિશી શિંબુન’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં શિરાઇસી એ પોતાના વકીલના તર્કને જુઠ્ઠો ગણાવ્યો છે અને સરકારી વકીલને કહ્યું કે તેણે સહમતિ વગર જ લોકોની હત્યા કરી છે.આરોપીના ઘરની પાછળ કુલર અને ટુલબોક્સ મળ્યા છે,જેમાં નવ કંકાલ પડ્યા હતા,ત્યાં 240 હાડકાનાં ટુકડા પણ મળ્યા હતા.શિરાઇસીની પોલીસે ત્રણ વર્ષ પહેલાં પણ ધરપકડ કરી હતી.