કાઠમંડુ : ચીનની કઠપૂતળી બની ગયેલા નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ ફરી પાછો અસલી અયોધ્યા નેપાળમાં હોવાનો રાગ આલાપ્યો છે.જે મુજબ તેઓ નેપાળના ચિંતવન જિલ્લામાં 40 એકર જેટલી વિશાળ જગ્યામાં અયોધ્યાધામનું નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યા છે.જે માટે ચિંતવન જિલ્લામાં આવેલા માડી મુકામે જમીન પણ સંપાદન કરી લેવાઈ છે.તેઓ આ સ્થળને ભગવાન રામનું જન્મસ્થાન ગણાવે છે.
માડીના મેયર ઠાકુર પ્રસાદે સમાચાર સૂત્રોને આપેલી માહિતી મુજબ 29 સપ્ટેમ્બરના રોજ મળેલી મિટિંગમાં આ ઠરાવ મંજુર કરાયો છે.અમારી પાસે 50 વિધા જેટલી ફાજલ જમીન છે.જેનો અમે ઉપયોગ કરી શકીએ છીએ.