મુંબઈ,તા. 2 : કોરોનાને લીધે લાગુ પડેલાં લોકડાઉનમાં અનેક લોકોને પોતાને ગમતી પ્રવૃતિ કરવાનો અવકાશ મળ્યો હતો.આ અવકાશનો લાભ લઇ કેરળની આરતી રઘુનાથ નામની યુવતીએ માત્ર 3 જ મહિનામાં 350 ઓનલાઇન કોર્સ પૂરા કર્યાં છે.
બાયો કેમેસ્ટ્રી વિષય સાથે એમએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી આરતીએ સાવ સામાન્ય એવા કોર્સ કર્યાં નથી.પરંતુ તેણે જોન હોપકિન્સ યુનિવર્સિટી,ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડેન્માર્ક,યુનિવર્સિટી ઓફ વર્જીનિયા,સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર,યુનિવર્સિટી ઓફ કોપન હંગન વગેરે યુનિવર્સિટીનાં ઓનલાઈન કોર્સ પૂરા કર્યાં છે.આ આંકડો વિક્રમરુપે યુનિવર્સલ રેકોર્ડસ ફોરમમાં પણ નોંધાયો છે.
લોકોએ પોતાના જીવનમાં આ વર્ષે આવેલા અચાનક લોકડાઉન કંઈ કેટલાય કામ કર્યા છે. અમુક લોકો વર્કઆઉટમાં જોતરાયા હતા,જ્યારે અમુક લોકો રસોયા બન્યા હતા.અમુક લોકો લેપટોપ લઈ વર્ક ફ્રોમ હોમમાં અટવાઈ ગયા હતા. પણ કેરલની આરતી રઘુનાથે તો કમાલ જ કરી નાખી છે.તેણે લોકડાઉનના સમયમાં એક સાથ 350 કોર્સ કરી નાખ્યા છે.એમઈએસ કોલમાં એમએસસી બાયોકેમેસ્ટ્રી સેકન્ડ ઈયરની સ્ટૂન્ડ છે આરતી.તેણે છેલ્લા 3 મહિનામાં 350 કોર્સ કર્યા છે.તે પણ ઓનલાઈન.
આરતી કોચ્ચિના એલમકારાની રહેવાસી છે.આરતી જણાવે છે કે,તેની કોલેજ તેને ઓનલાઈન કોર્સની દુનિયાની સફર કરાવી છે.ત્યાર બાદ તેણે ઓનલાઈન કોર્સ કરવાના શરૂ કર્યા. ક્લાસ ટ્યૂટરની મદદથી તેણે થોડા અઠવાડીયામાં જ આ કોર્સ પુરા કરી નાખ્યા.
આટલા કોર્સ કર્યા
આરતીએ મોટી મોટી યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યા છે. જેમાં જોન હોકિંસ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર,યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક, ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડેનમાર્ક અને કોપનહેગન યુનિવર્સિટી સામેલ છે.તો જોયુ તમે આરતી આ રીતે લોકડાઉનનો યોગ્ય ઉપયોગ કરી બતાવ્યો.