તૃણમુલની મહિલા નેતાએ પોલીસ પર બ્લાઉઝ ફાડવાનો મૂકયો આરોપ : ધક્કામુક્કીમાં સાંસદ ડેરેક ગબડી પડયા

297

હાથરસ તા. ૨ : હાથરસ કાંડ પર રાજનૈતીક હોબાળો ચાલુ છે.કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના હાથરસ જવાના પ્રયત્નો અંગે હોબાળો અને રાજનૈતિક ધમાસાણના પછીના દિવસે પ.બંગાળની સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પણ પીડિત પરીવારની પાસે પહોંચવાના પ્રયત્નો કર્યા.જો કે પોલીસે તેને ગામની બહાર રોકી દીધા.આ દરમિયાન ધક્કામુક્કીમાં સાંસદ ડેરેક ઓ બ્રાયન રસ્તા પર પડી ગયા તો ટીએમસીની મહિલા સાંસદ પ્રતિમા મંડળ અને મમતા ઠાકુરે બ્લાઉઝ ફાડવાનો આરોપ લગાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એક વિડીયો ફુટેજમાં જોવા મળ્યું છે કે ડેરેક ઓ બ્રાયન પોલિસકર્મીઓથી ઘેરાયેલા છે. તેની સાથે પક્ષની મહિલા નેતા પણ છે. આ દરમિયાન પુરૂષ પોલિસ અધિકારીઓ જ નેતાને હટાવતા જોવા મળી રહ્યા છે.આ દરમિયાન ડેરેક ઓ બ્રાયન રસ્તા પર પડી ગયા છે.ટીએમસી નેતા મમતા ઠાકુરે કહ્યું કે અમે પીડિતાના પરિવારને મળવા જઇ રહ્યા હતા પરંતુ પોલિસ અમને મળવા દેતી નથી.અમે જવાના પ્રયત્નો કર્યા,તો મહિલા પોલિસ અધિકારીઓએ અમારા બ્લાઉઝને ખેંચ્યા અને સાંસદ પ્રતિમા મંડળ પર લાઠીઓ પણ વરસાવી અને તેઓ પડી ગયા.પોલીસ અધિકારીઓએ તેમને અડયા તે અત્યંત શરમજનક છે.

યુપી પોલીસે મૃતક પીડિતાના ગામને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે.હાથરસમાં ધારા ૧૪૪ લગાવી દેવામાં આવી છે.રાજનૈતિક દળોના કાર્યકર્તાઓને પણ જવા દેવામાં આવતા નથી.ગામમાં પણ કોઇને એન્ટ્રી આપવામાં આવી નથી.હાથરસ છાવણીમાં ફેરવાય ગયું છે.દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે.બીજી બાજુ હાથરસના વિરોધમાં દેશમાં પ્રદર્શન થઇ રહ્યું છે. યુપીની

Share Now