કરાંચી : પાકિસ્તાનમાં વારંવાર હિંદુ મંદિરોતોડવા અંગેની ઘટના બનતી રહે છે.આ શ્રેણીમાં પાકિસ્તાનના સિંધ ક્ષેત્રમાં વધુ એક હિંદુ મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.આ બર્બરતાપૂર્ણ ઘટનાની ટીકા કરતાં લંડન સ્થિત પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર અને દેશમાં ન્યાયના પ્રવકતા અનિલા ગુલઝારે જણાવ્યું છે કે ૪૨૮ પૈકી ફકત ૨૦ મંદિરો જ પાકિસ્તાનમાં રહ્યા છે.
અનિલા ગુલઝારે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે ૧૦ ઓકટોબરે બાડિન સિંધ પાકિસ્તાનમાં શ્રી રામ મંદિરની વિરુદ્ઘ કરાયેલાં બર્બરતાપૂર્ણ કૃત્યની આકરી નિંદા કરું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે સિંધના બાડિન પ્રાંતના કરિયો ધનવાર વિસ્તારમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. આ મામલો પાકિસ્તાનમાં લઘુમતીઓની વિકટ પરિસ્થિતિનું એક વધુ ઉદાહરણ છે.હિંદૂ પાકિસ્તાનમાં સૌથી મોટા સમુદાય પૈકી એક છે, પરતુ હિંદુ મંદિરોની વિરુદ્ઘ બર્બરતાના અહેવાલ વારંવાર સામે આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિંધ ક્ષેત્રમાં લઘુમતી હિંદુઓના વિશ્વાસ પર વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે.હિંદુ યુવતિઓના યૌન ઉત્પીડન કે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે.પાકિસ્તાનમાં હિંદુ સહિતના તમામ લઘુમતી સમુદાયોની વિકટ પરિસ્થિતિ છે.