મુઝફફરપુર તા.13 : બોલીવુડ એકટર સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કાવતરું રચવાના આરોપમાં થયેલ રિવિઝન અરજીના સંદર્ભમાં સોમવારે એડીજી પ્રથમે ફીલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી સહિત 7 આરોપીઓને નોટીસ મોકલવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં 7 સપ્ટેમ્બરે આરોપી ફીલ્મ અભિનેતા સલમાનખાનના જ વકીલ કોર્ટમાં હાજર રહ્યા હતા.આ કારણે સલમાનખાનને બાદ કરતા બાકીના 7 આરોપીઓને નોટીસ પાઠવવાનો હુકમ કોર્ટે કર્યો છે.આ નોટીસમાં સંજય લીલા ભણશાલી ઉપરાંત કરણ જોહર,આદીચ્ય ચોપડા,સાજીદ નડીયાદવાળા,ભૂષણકુમાર,એકતાકપુર તેમજ દિનેશ વિજયનનો સમાવેશ થાય છે.
નોટીસમાં બધાને કોર્ટે 21 ઓકટોબર અદાલતમાં ખુદ અથવા પોતાના વકીલના માધ્યમથી સવારે 10 વાગ્યે હાજર થવાના આદેશ આપ્યો છે.જો અદાલતમાં હાજર ન રહેવા પર એક પક્ષીય સુનાવણી કરી આદેશ પસાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ કેસને લઈને ફરિયાદી વકીલ સુધીરકુમાર ઓઝાએ 14 ઓગષ્ટે સલમાન તમજ અન્યની સામે જિલ્લા તેમજ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી.
દિશાના મોતની સુનાવણી ટળી
શીર્ષ અદાલતે દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં સુનાવણી સોમવારે એક સપ્તાહ માટે સ્થગીત કરી દીધી હતી. કારણ કે આ કેસમાં કોઈ વકીલ રજૂ નહોતા થયા.કેસની કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસ માટે અરજી દાખલ થઈ છે.
મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની પીઠ સમક્ષ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તે કેસ સુનાવણી માટે યાદીમાં હતો.પીઠે સવાલ કર્યો હતો કે આ કેસમાં કોઈ હાજર નથી રહ્યું,અમારે શું કરવાનું? અમે ગત તારીખે પણ આમ કહ્યું હતું કે આપે મુંબઈ ઉચ્ચ ન્યાયાલય જવાના બારામાં વિચારવું જોઈએ.આ ટિપ્પણીની સાથે જ પી.કે.પુનીત કૌર ઢાંડાની જાહેર હિતની અરજી એક સપ્તાહ માટે સ્થગીત કરી દીધી.