નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્ક ઓગસ્ટમાં અમેરિકન કરન્સીની શુદ્ધ ખરીદદાર રહી.કેન્દ્રીય બેન્કે હાજર બજારમાંથી 5.31 અબજ ડોલરની ચોખ્ખી ખરીદી કરી.
આરબીઆઈના માસિક બુલેટિન અનુસાર,હાજર બજારથી તેણે 8.52 અબજ ડોલર મૂલ્યની અમેરિકન ચલણની ખરીદી કરી,જ્યારે 3.22 અબજ ડોલર મૂલ્યની અમેરિકન કરન્સી વેચી.ગત 7 ઓગસ્ટમાં કેન્દ્રીય બેન્કે હાજર બજારમાં થી 4.69 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું જ્યારે 61.5 કરોડ ડોલરની ખરીદી કરી હતી.બેન્કે જુલાઈ 2020માં 15.97 અબજ ડોલરની ચોખ્ખી ખરીદી કરી હતી.જ્યારે જૂનમાં 9.81 અબજ ડોલર,મે માં 4.36 અબજ ડોલરની ખરીદી કરી હતી.ત્યારે એપ્રીલમાં 1.14 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું.