મારા વિરૂદ્ધ ખોટુ સ્ટેટમેન્ટ આપનાર પાડોશી સામે પગલા લ્યો : રીયાએ સીબીઆઇને પત્ર લખ્યો

252

મુંબઇ, તા.૧૩ : પોતાના બોયફ્રેન્ડ અને એકટર સુશાંતસિંહ રાજપૂતને આત્મહત્યા કરવા પ્રેરવાની આરોપી રિયા ચક્રવર્તીએ સીબીઆઇને તેના પડોશી સામે મીડીયામાં ખોટા નિવેદનો આપીને તપાસને ગેરમાર્ગે દોરવા બદલ પગલા લેવા વિનંતી કરી છે.

સીબીઆઇની સોશ્યલ ટીમના વડા નુપુર શર્માને સંબોધીને લખેલ પત્રમાં રિયાએ કહ્યું કે તેની પડોશણ ડીમ્પલ થાવાણીએ ખોટો દાવો કર્યો છે કે ૧૩ જૂને સુશાંત આત્મહત્યા કરતા પહેલા તે તેને (રિયાને) તેના ઘરે મૂકવા માટે પોતાની કારમાં નિકળ્યો હતો.

રિયાએ પોતાના વકીલ સીતીષ માનશીંદે મારફત મોકલેલા પત્રમાં કહ્યું છે કે,ડીમ્પલ થવાણીએ મારી સામે ખોટા અને બોગસ આક્ષેપો કર્યા છે જેના લીધે મારી સામેની તપાસ ગેરમાર્ગે દોરાઇ છે. તેણે આક્ષેપ કર્યો છે કે ૧૩ જૂને સુશાંત મને તેની કારમાં મારા ઘરે મૂકી ગયો હતો જે ખોટી વાત છે.પત્રમાં જણાવાયું છે કે આ પ્રકારે ખોટી માહિતી આપવી એ પીનલકોડની કલમ ર૦૩ અને ર૧૧ હેઠળ સાત વર્ષની સજાને પાત્ર દંડનીય ગુનો છે.

ઉલ્લેખનીય છે કે બિહાર પોલીસે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે સુશાંતને આત્મહત્યા માટે પ્રેરવાનો ગુનો નોંધ્યો હતો જે કેસ પછીથી સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો.એનસીબી ડ્રગ્સ કેસમાં રિયાની સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી.

Share Now