મથુરા તા. 14 : યોગ ગુરૂ બાબા રામદેવને હાથી પર બેસીને યોગ કરવું ભારે પડયું હતુ. યોગ દરમિયાન હાથી હલતા બાબા નીચે પટકાઇ પડયા હતા. જોકે બાબને કોઇ ગંભીર ઇજા નથી થઇ.
આ અંગેની વિગત એવી છે કે મથુરાના રમણરેતી આશ્રમમાં બાબા રામદેવ સંતોને યોગ શિખવી રહયા હતા.મહાવન રમણરેતી ખાતે કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદ મહારાજના આશ્રમમાં બાબા રામદેવે હાથી પર પણ યોગ કર્યા હતા. અચાનક હાથી હલતા બાબાનું સંતુલન ન રહેતા નીચે પટકાઇ પડયા હતા.જોકે બાબાને કોઇ ગંભીર ઇજા નહોતી થઇ.બાબાનો હાથી પરથી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા-ટીવીમાં વાઇરલ થયો છે.આ વીડિયો લગભગ 22 સેકન્ડનો છે.
યોગ ગુરુ બાબા રામદેવ હાથી ઉપર બેસી ને યોગા કરવા જતાં બેલેન્સ ગુમાવતા હાથી ઉપર થી નીચે પટકાયા હતા જોકે તેઓ સ્ફૂર્તિ થી જમીન ઉપર થી ઉભા થઇ ગયા હતા પણ લોકો માં મજાક નું કેન્દ્ર બની ગયા હતા.બાબા રામદેવ હાથી ઉપર યોગ કરતી હતા ત્યારે જ હાથી ચાલવા લાગે છે પરિણામે બાબા તેમનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે.જોકે આ ઘટનામાં બાબાને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી ન હતી. તેઓ જેવા નીચે પડ્યા તે સાથે જ ઉભા થઈ ગયા અને સાથીઓ સાથે હસવા લાગ્યા હતા.
આ ઘટના સોમવારે મથુરામાં મહાવન સ્થિત આશ્રમ માં બની હતી.સોશિયલ મીડિયામાં આ ઘટના ને લઈ મજાક થઈ રહી છે.એક યુઝરે બાબાને જોકર કહ્યાં. તે લખે છે કે- બાબા હાથી પર બેસીને સર્કસ કરી રહ્યા હતા અને પડી ગયા..જોકર. અન્ય એક યુઝરે પણ લખ્યુ કે ભારતમાં હાથી ઘણા લોકો કરતા વધારે સમજદાર છે.તે જાણે છે કે ક્યારે ફેક યોગી પ્રચાર માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.આમ બાબા લોકો માં મજાક નું કેન્દ્ર બન્યા હતા અને ટ્રોલ થયા હતા.