યુપીમાં સિનેમાઘરો-મલ્ટીપ્લેક્સની લાઇસન્સ ફીમાં છ મહિનાની માફી

238

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની યોગી સરકારે કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં પ્રભાવિત મનોરંજન ઉદ્યોગને રાહત આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણ સંકટને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમિયાન સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સની લાઇસન્સ ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન બંધ થયેલા સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ માલિકોને રાહત આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સમાં આ રાહત યુ.પી.ફિલ્મ (રેગ્યુલેશન) એક્ટ 1955ની કલમ-10 હેઠળ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવિડ-19 માર્ગદર્શિકા હેઠળ નિર્ધારિત ધોરણો મુજબ,થિયેટરો અને મલ્ટિપ્લેક્સને 15 ઓક્ટોબરથી કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Share Now