નવી દિલ્હી : આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે તેણે 1 એપ્રિલથી 13 ઓક્ટોબર દરમિયાન 38 લાખથી વધુ કરદાતાઓને 1.23 લાખ કરોડ રૂપિયાથી વધુના રિફંડ જારી કર્યું છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના જણાવ્યા અનુસાર, વ્યક્તિગત આવકવેરાના કેસમાં 36.21 લાખ કરદાતાઓને 33,442 કરોડ રૂપિયાના રિફંડ જારી કરી દેવાયા છે.જ્યારે કંપની ટેક્સ હેઠળ 1.89 લાખ કરદાતાઓના રિફંડ રૂપે 90,032 કરોડ રૂપિયા જારી કરી દેવાયા છે.
સીબીડીટીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,સીબીડીટીએ 1 એપ્રિલથી 13 ઓક્ટોબર દરમિયાન 38.11 લાખ કરદાતાઓને રિફંડ તરીકે 1,23,474 કરોડ રૂપિયાના જારી કરી દીધા છે. જ્યારે કંપની ટેક્સ હેઠળ 90,032 કરોડ રૂપિયા 1,89,916 કરદાતાઓને રિફંડ તરીકે આપી દેવાયા છે.