સુરત : બિલ્ડરે સુસાઈડ નોટ લખી આપઘાતનો કર્યો પ્રયાસ, ટપોરી રંગરેજ, સંજુ બાબા અને આસિફ બાપ્ટીએ આપી ધમકી

413

સુરત: શહેરમાં લુખ્ખાતત્વો અને ખંડણીખોરને પોલીસની બીક જ નથી રહી.શહેરમાં લૂંટ,હત્યા,ધમકી,ખંડણી,ચોરી જેવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.સુરત શહેર રાજ્યનું આર્થિક પાટનગર કહેવાય છે,સાથે હવે ક્રાઈમ સીટી પણ બનવા લાગ્યું છે.આજે સૈયદપુરાના એક બિલ્ડરે ટપોરીઓ દ્વારા વારંવાર માનસીક રીતે પરેશાન કરવા અને લાખો રૂપિયાની ખંડણી માંગવાથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

રાણીતળાવ ખાટકીવા઼ડ વિસ્તારમાં રહેતા બિલ્ડરે સૈયદપુરા તુરાવા મહોલ્લોમાં મનપાની મંજુરી મેળવી છ માળની બિલ્ડિંગનું બાધકામ શરુ કયું હતું.જાકે આ બિલ્ડિંગનું બાધકામ ગેરકાયદે હોવાનુ કહી,સ્થાનિક ત્રણ માથાભારે તત્વોઍ બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી રૂપિયા ૪૫ લાખની ખંડણીની માંગણી કરી.આ લોકો દ્વારા ત્રાસ આપતા આખરે કંટાળીને બિલ્ડરે ગઈકાલે રાત્રે તેની સૈયદપુરામાં આવેલી ઓફિસમાં ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બિલ્ડરની ફરિયાદને આધારે ત્રણ ટપોરીઓ સામે ગુનો દાખલ કરી સુસાઈડ નોટ કબજે કરી હતી.

રાણીતળાવ ખાટકીવાડ મોહમંદ મુસ્તુફા પેલેસમાં ખાતે રહેતા આરીફ સાબીર કુરેશી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.આરીફે સન ૨૦૧૮માં મનપામાંથી મંજુરી મેળવી સૈયદપુરા તુરાવા મહોલ્લામાં છ માળની બિલ્ડિંગનું બાધકામ શરુ કયું હતું.જાકે રામપુરામાં રહેતા અનસારી રંગરેજ ઉર્ફે મીંડી,સૈયદ સજાઉદ્દીન ઉર્ફે સંજુ બાબુ અને મોમનાવાડ ખાતે રહેતા આસિફ બાપ્ટીઍ આ બાધકામ ગેરકાયદે હોવાનું કહી તોડાવી નાંખવાની ધમકી આપી હતી.

સાથે બાધકામ નહી તોડાવાના બદલામાં આરીફ પાસે રૂપિયા ૪૫ લાખની ખંડણીની માંગણી કરી હતી અને અવાર નવાર શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. આરોપીઓના ત્રાસથી કંટાળીને આખરે આરીફ કુરેશીઍ તેમની સૈયદપુરામાં જે.કે.કોર્નરમાં પહેલા માળે આવેલી ઓફિસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આરીફને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.બનાવ અંગે પોલીસે આરીફ કુરેશીની ફરિયાદ લઈ ત્રણેય આરોપીઓ સામે આઈપીસી ૩૮૪, ૧૦૯ તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસે આરીફ કુરેશી આપઘાતનો પ્રયાસ કરતા પહેલા લખેલી સુસાઈટ નોટ પણ કબજે કરી છે.

Share Now