અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વૈશ્વિક આઉટેજને કારણે આશરે 2 કલાક સુધી ડાઉન રહ્યું હતું.જોકે હવે ટ્વિટરની સેવા ફરીથી ચાલુ થઇ ગઈ છે.માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની સેવાઓ વિશ્વના ઘણા દેશોમાં ઠપ્પ થઇ ગઈ હતી.ભારતીય સમય અનુસાર આશરે 7 વાગ્યે આ સેવાઓ ઠપ્પ થઇ ગઈ હતી.કંપનીએ હવે સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેમની સાઈટ હેક નહોતી થઇ.
કેલિફોર્નિયા સ્થિત કંપનીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ટ્વિટર ડાઉન થઇ ગયું હતું અને અમે તેને ફરી ચાલુ કરવા માટે કામે લાગ્યા છીએ.અમારી આંતરિક સિસ્ટમમાં સમસ્યા આવવાને કારણે તે ઠપ્પ થયું હતું.અમારી સિક્યુરિટી કે સાઈટ હેક થવાની કોઈ સાબિતી મળી નથી.
ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે ટ્વિટર પર યુઝર્સને સાઈટ પર લોગ ઈન કરવામાં સમસ્યા આવી રહી હતી.આ આ ઉપરાંત ટ્વિટ કરવામાં પણ સમસ્યા પડી રહી હતી.ઘણા યુઝર્સ પોતાના એકાઉન્ટમાં લોગ ઈન તો કરી શકતા હતા પરંતુ તેઓ સર્ચ કરે ત્યારે કોઈપણ જાતનું કન્ટેટ દેખાઈ રહ્યું નહોતું.આ અગાઉ પણ ઘણી વખત ટ્વિટર ડાઉન થવાની ફરિયાદ આવી ચુકી છે.આ ઉપરાંત છેલ્લાં કેટલાક સમયથી ટ્વિટર પર હેકિંગ જેવી સમસ્યાઓ પણ જોવા મળી છે.