સોસાયટીમાં માતાજીની સ્થાપના કરી આરતી-પૂજા પોલીસની મંજૂરી લીધા વિના કરી શકાશે, રાજ્ય સરકારનો નિર્ણય

400

આવતી કાલથી નવરાત્રી શરુ થવાની છે ત્યારે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમની પ્રીમાઇસીસમાં માતાજીની સ્થાપના કરી નવ દિવસ પૂજા-આરતી કરવી હશે તો તેના માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં.જો કે આ સમયે પણ લોકોએ માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવાના સહિતના નિયમોનું પાલન કરવું પડશે.પરંતુ નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનો પર માતાજીની સ્થાપના કરી આરતી,પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે.

Share Now