ભાગેડુ અંડરવર્લ્ડ ડૉન (Underworld Don) દાઉદ ઈબ્રાહિમ પર મોદી સરકાર આકરી કાર્યવાહી કરવા જઈ રહી છે.મહારાષ્ટ્રમાં તેની સૌથી મોટી પ્રોપર્ટીની સરકાર નવેમ્બર મહિનામાં હરાજી કરી દેશે.આ હરાજી સ્મગલર્સ એંડ ફોરેન એક્ચેંજ મૈનિપુલટર્સ એક્ટ (SAFEMA) અંતર્ગત કરવામાં આવશે.
SAFEMA અંતર્ગત આગામી 10 નવેમ્બરે દાઉદની 7 પ્રોપર્ટીની હેરાજી કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આ હરાજી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે.
દાઉદની આ પ્રોપર્ટી આ અત્યાર સુધીની સૌથી મોટી હરાજી હશે. એક જ સાથે તેની 7 પ્રોપર્ટીની હરાજી કરી નાખવામાં આવશે. તેમાંથી 6 પ્રોપર્ટી મહારાષ્ટ્રના રત્નાગિરી જીલ્લાના મુંબાકે ગામમાં આવેલી છે. આ અગાઉ દાઉદની મહારાષ્ટ્ર અને મુંબઈ ખાતેની પણ અનેક પ્રોપર્ટીઓની હરાજી કરી દેવામાં આવી ચુકી છે.
મોદી સરકાર આ પ્રોપટીની કરી નાખશે હરાજી
– 27 ગુંઠા જમીન- રિઝર્વ કિંમત 2,05,800 રૂપિયા
– 29.30 ગુંઠા જમીન -રિઝર્વ કિંમત 2.23,300 રૂપિયા
– 24.90 ગુંઠા જમીન – રિઝર્વ કિંમત 1,89,800 રૂપિયા
– 20 ગુંઠા જમીન – રિઝર્વ કિંમત 1,25,500 રૂપિયા
– 18 ગુંઠા જમીન – રિઝર્વ કિંમત 1,38,000 રૂપિયા
– 30 ગુંઠા જમીનની સાથે મકાન – રિઝર્વ કિંમત 6,14,100 રૂપિયા
મહારાષ્ટ્રમાં ગુંઠાના આધારે જમીન માનવાનું એક ચોક્કસ માપદંડ છે.એક ગુંઠા બરાબર 121 વર્ગ ચોરસ વાર કે 1089 વર્ગ ફૂટ બરાબર થાય છે.
ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જ પાકિસ્તાને FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળવા માતે 88 આતંકવાદી જુથો અને હાફિઝ સહિદ,મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમ જેવાઓ પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતાં.સાથે જ આ તમામની સંપત્તિઓ પણ જપ્ત કરવાની અને બેંક ખાતા સિલ કરવાના આદેશ આપ્યા હતાં.હવે મોદી સરકારે દાઉદ ઈબ્રાહિમ વિરૂદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.