ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલીને સભાઓ, રેલીઓમાં લાગી ગયા છે.જાણો રાજ્યમાં કોરોના વાયરસ જતો રહ્યો હોય તેમ ચૂંટણીની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.મતદાન અને મતની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમવી કેટલી યોગ્ય છે? હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરસ થયો છે,જેમાં નેતાજીને માત્ર ભીડ ભેગી કરવામાં જ રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાએ સુરતના પુણામાં ચૂંટણી સભા બાદ જમણવાર કાર્યક્રમ યોજ્યો હતો.ભાજપના આ વિજય વિશ્વાસ સંમેલનમાં અનેક લોકો જમણવારની લાઈનમાં દેખાયા હતા.નેતાજીના જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં લાખો સૌષ્ટ્રવાસીઓ વસવાટ કરી રહ્યા હોવાથી ગઢડા અને ધારીના ભાજપના ઉમેદવારોએ અહીં શ્રેણીબધ્ધ બેઠકો યોજી હતી.પૂણા યોગી ચોક ખાતે અમરેલી ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાની હાજરીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતુ.આ સંમેલનમાં ધારી બેઠકના ઉમેદવાર જે.વી.કાકડીયા સંબોધન કરવા ઉભા થયા ત્યારે મંચની પાછળથી કોઇએ ઇંડુ ફેકયું હતું.પક્ષપલટુને હરાવો એવી બુમ પાડી યુવાનો ભાગી ગયા હતા.
ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા માટે યોગી ચોક ખાતે રવિવારે સાંજે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરી મતદાન કરવા અપીલ કરાઇ હતી. જેમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ કોવિડ ગાઇડલાઇનનું અમલીકરણ કરાવવામાં ખુદ આયોજકોએ જ વેઠ ઉતારી હતી. પરિણામે લોકોની લાંબી લાઇનો પણ લાગી હતી.
નવાઇની વાત તો એ છે કે ભાજપના આ કાર્યક્રમમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર હોવા છતાં આ ઘટના બની હતી.આ અંગે સરથાણાના ઇન્ચાર્જ પી.આઇ.એમ.કે.ગુર્જરે જણાવ્યુ હતું કે ‘કાર્યક્રમના સ્થળે બહુ ઓછી ભીડ હતી. કેટરીંગવાળાએ 165 થાળી રાખી હતી. એમ પણ ભીડ જેવું જણાયું નથી. તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશ.’
એક બાજુ તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો વારંવાર અનુરોધ કરાતો હોવા છતાં શાસક પક્ષ ભાજપ જ તેનો અમલ કરી રહ્યું નથી.સામાન્ય લોકોને દંડ ફટકારતું કાયદેસર કાર્યવાહી કરતું તંત્ર આ અંગે કાર્યવાહી કરશે કે કેમ? તે સવાલ પણ ઉઠી રહ્યો છે.