ફારૂક અબ્દુલ્લાની કરાઈ રહી છે ED દ્વારા પૂછપરછ, જાણો 43 કરોડની નાણાં ઊચાપતનો મામલો

280

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં મની લોન્ડરિંગના કેસમાં ED તપાસ હાથ ધરી છે.આ પહેલા પણ ઇડી આ કેસમાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ કરી ચૂકી છે.આ પૂછપરછ શ્રીનગરમાં જ થઈ રહી છે.

113 કરડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ એન્ટ્રી કરી

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં રૂ. 113 કરોડની કથિત ઘાલમેલનો મામલો ઘણો જૂનો છે.આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસ હાથ ધરી હતી,ત્યારબાદ કોર્ટે તેને સીબીઆઈને સોંપ્યો હતો.બાદમાં EDએ આખા મામલામાં એન્ટ્રી કરી હતી,કારણ કે આ કેસ મની લોન્ડરિંગ સાથે જોડાયો હતો.

આ ભંડોળ સંપૂર્ણ રીતે ખર્ચ કરવામાં આવ્યું ન હતું

અગાઉ પણ ઇડી દ્વારા ગયા વર્ષે આ મામલે ફારૂક અબ્દુલ્લાની પૂછપરછ કરવામાં આવી હતી.સીબીઆઈની તપાસમાં ખુલાસો થયો હતો કે બીસીસીઆઈએ 2002થી લઈને 2012 સુધીમાં JKCA ને રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે 113 કરોડ રૂપિયા આપ્યા હતા,પરંતુ આ ભંડોળ સંપૂર્ણ રીતે ખર્ચવામાં આવ્યું ન હતું.

રૂપિયા 43.99 કરોડથી વધુની ઉચાપતનો કરાયો છે આક્ષેપ

એવો આક્ષેપ કરવામાં આવે છે કે આમાંથી રૂ.43.99 કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી હતી અને આ પૈસા પણ ખેલાડીઓ પર ખર્ચવામાં આવ્યા ન હતા. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ તેની તપાસમાં ફારૂક અબ્દુલ્લાના નામનો સમાવેશ કર્યો હતો, હવે ED ઇડી બેંકના દસ્તાવેજોના આધારે તેમની પૂછપરછ કરી રહી છે.

ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા ત્યારે પૈસાની ઉચાપત કરવામાં આવી

સીબીઆઈના જણાવ્યા અનુસાર,ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા ત્યારે પૈસાની ઉચાપત કરવામાં આવી હતી.આ 113 કરોડ રૂપિયાનું કૌભાંડ છે.ફારૂક અબ્દુલ્લાની સાથે આરોપીઓમાં ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન મહામંત્રી મોહમ્મદ સલીમ ખાન,તત્કાલીન ખજાનચી અહસન અહેમદ મિર્ઝા અને જમ્મુ-કાશ્મીર બેંકના કર્મચારી બશીર અહેમદ મિસગર છે.આ લોકો પર ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાતનો આરોપ છે.

ફારૂક અબ્દુલ્લા જ્યારથી નજરકેદથી છુટા કરવામાં આવ્યા ત્યારથી ચર્ચામાં રહ્યા

નોંધપાત્ર વાત એ છે કે ફારૂક અબ્દુલ્લા જ્યારથી નજરકેદથી છુટા કરવામાં આવ્યા ત્યારથી ચર્ચામાં રહ્યા છે.ગત દિવસોમાં તેમની આગેવાનીમાં જમ્મુકાશ્મીરમાં વિરોધી પાર્ટીઓની બેઠકો થઈ.જેમાં કલમ 37૦ ના મુદ્દે રણનીતિ બનાવવામાં આવી હતી.વિરોધી પક્ષોએ ગુપ્ત કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને જોડાણ બનાવ્યું છે, જે અનુચ્છેદ 370ની પુન માગ કરશે.

Share Now