ડિજિટલ યુગમાં ઘટ્યું ચેક પેમેન્ટ, આ વખત 2.96 ટકાનો ઘટાડો આવ્યો: RBI

261

નવી દિલ્હી : ડિજિટલ પેમેન્ટ અને સોલ્યુશન સિસ્ટમને તેજીથી આગળ વધારવાના પોઝિટીવ પરિણામો સામે આવવા લાગ્યા છે.ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના આંકડા અનુસાર,ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહનને કારણે ગત નાણાકીય વર્ષમાં ચેક દ્વારા રિટેલ પેમેન્ટનો આંકડો ઘણો નીચે આવી ગયો છે.

આંકડાઓ પર નજર કરીએ તો,ગત નાણાકીય વર્ષમાં માત્રાના હિસાબે કુલ રિટેલ પેમેન્ટમાં ચેક ક્લિયરિંગનો હિસ્સો ઘટીને માત્ર 2.96 ટકા રહી ગયો છે.જો કે, મૂલ્યના હિસાબે આ 20.08 ટકા રહ્યું.નાણાકીય વર્ષ 2015-16માં નોટબંધી બાદ કેન્દ્રીય બેન્કે ડિજિટલ પેમેન્ટને ઘણી તેજીથી આગળ વધારવાનું શરૂ કર્યું હતું.આ સમયે રિટેલ પેમેન્ટમાં માત્રાના હિસાબે ચેકનો હિસ્સો 15.81 ટકા અને મૂલ્યના હિસાબે 46.08 ટકા હતો.ડિજિટલાઈઝેશનના પ્રયત્નો કેટલા સફળ રહ્યા છે તેનું અનુમાન આ તાજેતરના આંકડાઓ પરથી લગાવી શકાય છે.

2015-16માં ચેકથી પેમેન્ટની માત્રા 15.81 ટકા અને મૂલ્યના હિસાબે 46.08 ટકા હિસ્સો હતો.નાણાકીય વર્ષ 2016-17માં આ આંકડો ઘટીને ક્રમશઃ 11.18 ટકા અને 36.79 ટકા પર આવી ગયો.રિઝર્વ બેન્ક અનુસાર,આગામી વર્ષે આ આંકડો વધુ ઘટીને મૂલ્યના હિસાબે 7.49 ટકા અને માત્રાના હિસાબે 28.78 ટકા પર આવી ગયો.ત્યારે 2018-19માં આ વધી ઘટીને 4.60 ટકા અને 22.65 ટકા પર આવી ગયું.

રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણએ,નાણાકીય વર્ષ 2015-16થી 2019-20 દરમિયાન માત્રાના હિસાબે ડિજિટલ પેમેન્ટ વાર્ષિક આધારે 55.1 ટકાની વૃદ્ધિ સાથે 593.61 કરોડથી 3,434.56 કરોડે પહોંચ્યું.ત્યારે મૂલ્યના હિસાબે આ 920.38 લાખ કરોડ રૂપિયાથી 1,623.05 કરોડ રૂપિયા પર પહોંચી ગયું.આમાં વાર્ષિક આધારે 15.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.નાણાકીય વર્ષ 2016-17માં ડિજિટલ પેમેન્ટ 593.61 કરોડથી 969.12 કરોડ પર પહોંતી ગયું.મૂલ્યના હિસાબે આ દરમિયાન 1,120.99 લાખ કરોડ રૂપિયે પહોંચી ગયું.ત્યાર બાદ 2017-18માં આ માત્રાના હિસાબે 1,459.01 કરોડે અને મૂલ્યના હિસાબે 1,369.86 લાખ કરોડ રૂપિયે પહોંચી ગયું છે.બાદમાં આમાં વધુ તેજ વૃદ્ધિ નોંધાઈ અને 2018-19માં આ માત્રાના હિસાબે 2,343.40 કરોડ અને માત્રાના હિસાબે 1,638.52 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું.

કોવિડ-19 મહામારીને કારણે લોકડાઉનને પગલે માત્રાના હિસાબે આગળ ડિજિટલ પેમેન્ટનો આંકડો ઘણા ગણો વધી શકે છે.જો કે,આ મોટા સંકટને કારણે લોકો સામે આવેલ મુશ્કેલીઓને જોતા મૂલ્યના હિસાબે ડિજિટલ પેમેન્ટના આંકડા નીચે આવી શકે છે.

Share Now