6 માસ જૂના સ્ટે રદ કરવા તમામ અદાલતોને સુપ્રીમનો આદેશ

276

નવી દિલ્હી તા.19 : સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં સ્ટેના આદેશના છ મહિના વીતી ગયા હોય તેવા કેસોમાં તત્કાળ સુનાવણી કરવા તમામ મેજીસ્ટ્રેટ અદાલતોને જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સ્ટે છ માસથી વધુ હોવો જોઈએ નહીં.અલબત,સંબંધીત અદાલતોએ તાર્કીક આદેશ આપ્યો હોય તો જ સ્ટેની મુદત વધી શકે.

જસ્ટીસ આર.એફ. નરીમાનના વડપણ હેઠળની ત્રણ જજોની પીઠે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે જોવું જોઈએ કે સ્ટેને 6 માસ વીતી ગયા હોય તેવા કેસોની તારીખ એ પછી તરત નકકી થવી જોઈએ.સુપ્રીમ કોર્ટે 2013 (એશિયન સરફેસીંગ ઓફ રોડ વિરુદ્ધ સીબીઆઈ) કેસમાં જણાવ્યું હતું કે સ્ટે 6 માસથી વધુ હોવો જોઈએ નહી.સ્ટે પછી કેસ સુનવાઈ પર નથી આવતા અને ખટલો લાંબો ચાલે છે.કોર્ટ સ્ટે લંબાવે તો તેણે જણાવવું પડશે કે ત્વરીત નિકાસ કરતાં સ્ટે આપવો કેમ સારો છે?
વાસ્તવમાં,પૂણેના એક મેજીસ્ટ્રેટએ અપરાધીક કેસની સુનાવણી કરવા એવું કારણ આપી ઈન્કાર કર્યો હતો કે બોમ્બે હાઈકોર્ટે આ મામલે સ્ટે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે મેજીસ્ટ્રેટનાં આદેશ સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ છે.તેણે આદેશના પેરા 35 મુજબ કામ કરવું જોઈતું હતું. પેરામાં સ્પષ્ટ જણાવાયું છે કે સ્ટેઓર્ડર 6 મહિનાથી વધુ મુદતનો હોય ન શકે.

Share Now