પાકિસ્તાનમાં સરકાર વિરોધી રેલીના રિપોર્ટિંગ માટે ગયેલા ભારતીય મૂળના પત્રકારની પીટાઈ

291

– આરોપીઓને સજા કરાશે તેવી સિંધના મુખ્યમંત્રીની બાંહેધરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં 10 પાર્ટીઓના ગઠબંધને ઇમરાન સરકાર વિરુદ્ધ રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે.જે અંતર્ગત તાજેતરમાં કરાંચીમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
તમામને રેલીનું સ્થળ છોડી જવાની સૂચના આપવામાં આવી હતી તેવા સંજોગોમાં આ રેલીના રિપોર્ટિંગ માટે ગયેલા ભારતીય મૂળના પત્રકાર સંજય સાધવાની ઉપર રિપોર્ટિંગ કરવા મામલે તેની પીટાઈ કરાઈ હતી.વોલન્ટિયર્સ લોકોએ તેની પાસે રિપોર્ટર તરીકેનું કાર્ડ છે તેમ જણાવ્યા છતાં તેને મારવાનું કૃત્ય ચાલુ રહ્યું હતું.જે અંગે ફરિયાદ થતા સિંઘ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહએ આરોપીઓને સજા કરાશે તેવી બાંહેધરી આપી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now