હરીપુરાનો લિસ્ટેડ બુટલેગર શંભુ ઢીંમ્મરનો વિદેશી દારૂ ઝડપાયો

317

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા જી.આઈ.ડી.સી વિધાતા ઈન્ડસ્ટ્રીઝ ભાગ-3ના પાછળના ભાગેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હરીપુરાના લિસ્ટેડ બુટલેગર જયંતીલાલ ઉર્ફે શંભુ ઢીમ્મરનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.શંભુ ઢીમ્મરે એક ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને આ વિદેશી દારૂ સુરત શહેરમાં પહોંચાડવા માટે તેનું કાર્ટિંગ કરી રહયો હતો તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી ઘટના સ્થળેથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળેથી બે રિક્ષા,એક ટેમ્પો અને બે બાઇક તેમજ વિદેશી દારૂ મળી કુલ 8.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળી હતી કે પલસાણા તાલુકાનાં હરીપુરા ગામનો લિસ્ટેડ બુટલેગર જયંતીલાલ ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મરે અશોક લેલન ટેમ્પા નંબર જીજે-19-એક્સ-3729માં બિનઅધિકૃત રીતે વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી કડોદરા જી.આઈ.ડી.સી વિધાતા ઈન્ડસ્ટ્રીઝ ભાગ-3 ના પાછળના ભાગે લાવી કાર્ટિંગ કરવાનો છે. જે હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી બે શખ્સ દિપક પાંડુરંગ પાટીલ (રહે, જોળવા રેસિડન્સી, જોળવા ગામ,તા-પલસાણા) તથા નરેશકુમાર ધોન્દુભાઈ આગડે (હાલ રહે, પર્વત ગામ, ગીતાનગર આવાસ, સુરત શહે, મૂળ રહે, ડુંદાઇચા, નંદુરબાર, જી-ધુલિયા)ને ઝડપી પાડ્યા હતા.જ્યારે કાર્ટિંગ કરી રહેલ ત્રણ શખ્સો પોલીસની રેડ જોઈ ભાગી છૂટ્યા હતા.પોલીસે ઘટના સ્થળે ટેમ્પામાંથી તેમજ રિક્ષાનંબર જીજે-05-એયુ-5173 તથા રિક્ષા નંબર જીજે-05-બીયુ-2455 માંથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી કુલ 2230 બોટલ કિંમત રૂ.

4.96 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જ્યારે કાર્ટિંગ માટે બે બાઇક નંબર જીજે-05-એલજે-4556 તથા જીજે-05-કે.જે-7544 મળી કુલ 8.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલ બંને વ્યક્તિઓની પૂછતાછ કરતાં તેમણે જણાવ્યુ હતું કે આ વિદેશી દારૂનો જથ્થો જયંતિલાલ ઉર્ફે શંભુ ઢીમ્મરનો છે અને આ વિદેશી દારૂ સુરત શહેરના પર્વત પાટિયા,ગીતાનગર આવાસ ખાતે રહેતા મનોહર કોમલ પુવારને આપવાનો હતો.પોલીસે આ ગુનામાં સંડોવાયેલ ત્રણે વ્યક્તિને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now